જાણો 200 વર્ષ જુના ડાકણ દેવીના રહસ્યમય મંદિર વિશે, તમામ ભક્તોને સાક્ષાત ડાકણ દેવી આપે છે દર્શન અને મનોકામના કરે છે પૂર્ણ

620
Published on: 2:33 pm, Wed, 30 March 22

ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે આ દેશમાં મહેમાનોને પણ ભગવાન માનવામાં આવે છે. વિદેશોમાં 1-2 km એ દારૂ બા, વાઈન બાર ને એવું આવે છે. જયારે ભારે માં 1-2 km મંદિર આવે છે. તો આજે આપને એક અજીબ મંદિર વિશે જ વાત કરીશું. દરેક ધર્મનું અને દરેક સંપ્રદાયનું એકસરખું માન અને સન્માન જળવાઇ રહે છે. ભારત દેશના દરેક જાતિના લોકો અને દરેક ધર્મ એક છે.

ભારત દેશની અંદર ખૂબ જ પ્રાચીન મંદિરો પણ આવેલા છે. જે જગ્યાએ ભક્તો આશીર્વાદ લેવા માટે દર્શને જાય છે. પુરાણો મુજબ, છત્તીસગઢની અંદર આવેલા બાલો જિલ્લામાં રહેલું પરેતિન દેવીનું મંદિર લગભગ 200 વર્ષ કરતાં જૂનું છે. ત્યાં સ્થાનિક ગ્રામજનો લોકોનું કહેવું છે કે આ મંદિર લીમડાના વૃક્ષની નીચે ખાલી એક ચબુતરાની અંદર હતું.

માન્યતાઓ અને આ મંદિરની પ્રસિદ્ધ વધવાને કારણે લોકોના 7 સહયોગથી આ મોટા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ પણ અર્પિત ઇંટો થી કરવામાં આવ્યું છે. આ મંદિરમાં દર નવરાત્રીના નવ દિવસ સુધી દેવીના નવ સ્વરૂપો સાથે પરેતીન દેવીની પૂજા થાય છે. આ મંદિરે દૂર દૂરથી લોકો અહીં ડાકણ દેવીના દર્શન કરવા માટે ભાવિ ભક્તો આવે છે.

બાલો જિલ્લામાં આવેલું આ મંદિર ગુંદરદેહી અંદર વિકાસ ખંડ નામના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાના કિનારે આવેલું છે. આ મંદિર પ્રત્યે લોકોની અંદર એવો ડર અથવા આસ્થા છે કે, આ મંદિરે દાન કર્યા વગર કોઈપણ વાહન ચાલક આગળ વધી શકતું નથી. જો તમે માલ સામાન સાથે લઈને આવ્યા હોત તો, તેમાંથી તમારે કંઈક ને કઈક ચઢાવવું જરૂરી છે.

પછી ભલે તે શાક, પત્થર, કાંકરા પણ કેમ ના હોય. માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને આ મંદિર ના નિયમ ની ખબર નથી, તો આ મંદિર ની દેવી તેમને માફ પણ કરી દે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ જાણતા હોવા છતાં પણ ચડાવો ચડાવ્યા વગર આગળ નીકળી જાય છે તો તેમના વાહનમાં કોઈને કોઈ મુશ્કેલી આવે છે. અથવા તો તેને કોઈપણ પ્રકારની બીજી કોઇ સમસ્યા આવી નડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…