ગુજરાતના ખેડૂતો માટે નવી યોજના શરુ- જાણો કોણ અને કેટલો લાભ લઇ શકે?

Published on: 9:38 am, Sun, 5 September 21

ખેડૂતોના હિતમાં રાજ્ય તથા કેન્દ્ર એટલે કે મોદી સરકાર દ્વારા કેટલીક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ અન્ય એક નવી જ યોજનાને લઈ જાણકારી સામે આવી છે કે, જે આપને ખુબ મદદગાર સાબિત થશે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે.

આવી જ એક યોજના પશુ સંચાલીત વાવણીયો ગુજરાતના ખેડૂતો માટે રૂપાણી સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાની શરૂઆત ગઈ કાલે જ થઈ છે, કંઈ તારીખ સુધી યોજનાના ફોર્મ ભરાશે ? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અરજી ક્યાં કરવી. આ બધી જ જાણ આપને અહિ થશે. તો ચાલો જાણીએ…

સહાય કેટલી મળશે?
આ યોજનામાં અનુસૂચિત જન જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા તો 10,000 રૂપિયા મળી રહેશે. આ બેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. આની સાથે જ ખેતી કરતા નાના, સિંમાંત મહિલા ખેડૂતોની માટે પણ કુલ ખર્ચ ના 50 % અથવા તો 10,000 રૂપિયામાંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે.

જ્યારે અન્ય ખેડૂતો માટે  કુલ ખર્ચના 40% અથવા તો 8,000 રૂપિયા એમ આ બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય મળવાપાત્ર થશે. આમ, કોઈને કોઈ રીતે ખેડૂતોને યોગ્ય સહાય મળી રહેશે. ઝડપથી આ યોજનામાં લાભ મેળવવો હોય તો ફોર્મ ભરી લેજો નહીં તો રહી જશો.

અરજી કરવા માટે જરૂરી પુરાવા:
આ યોજનાનું ફોર્મ ભરવા માટે આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, 7/12, 8 અ ની નકલ, રેશનકાર્ડની નકલ, મોબાઈલ નંબરની જરૂર પડશે.

યોજના માટેના ફોર્મ ભરવાની અગત્યની તારીખ:
તા 03 સપ્ટેમ્બરથી લઈને 2 ઓકટોબર સુધી આ યોજનાના ફોર્મ ઓનલાઈન પણ ભરી શકશો.

અરજી ક્યાં કરવાની રહેશે?
દરેક ખેડૂતોએ ગ્રામપંચાયત કચેરીમાં જઇને VCE દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે અથવા તો જાતે પણ મોબાઈલમાંથી અરજી કરી શકો છો. અરજી કરવા માટેની લીંક https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx પર જવાનું રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…