માતા દીકરા સાથે કરિયાણું લઈને રહી હતી, અચાનક પાછળથી ટ્રેક્ટર આવ્યું અને માતાની નજર સામે દીકરાને કચડી નાખ્યો

73
Published on: 1:45 pm, Sat, 4 December 21

હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. તેમજ અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીના કારણે માસુમ લોકો આનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવીજ એક અકસ્માતની ઘટના દિલ્હીમાં સામે આવી છે દિલ્હીના બદાયુમાં આવેલા કાદરચોક વિસ્તારના બેહતા ડમ્બર નગરમાં શનિવારે સવારે ચાલતા ટ્રેક્ટરની જોરદાર ટક્કર લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 7 વર્ષીય બાળકે પોતાની જ માતા સામે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

આ ટક્કર એટલી ગંભીર રીતે લાગી હતી કે, ત્યાના રહેવાસી રૂબીનાના સાત વર્ષના દીકરા હસન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો, તેમજ તેમને અને તેમના દીકરાઓને ઘણી ઈજાઓ પણ પહોંચી હતી. આ ઘટના સર્જાયા બાદ ત્યાં લોકોની ભીડ થઇ હતી અને લોકોએ આ ત્રણ ઈર્જા પામેલ લોકોને સારવાર માટે તાત્કાલિતપણે હોસ્પિટલમાં લઇ ગયા હતા.

આ ઘટના દિલ્હીમાંથી સામે આવ્યો છે. દિલ્હીના બદાયુમાં આવેલા આ કાદરચોક વિસ્તારના બેહતા ડમ્બર નગરમાં શનિવારે સવારે આ બનાવ બન્યો હતો. અહીંના રહેવાસી રૂબીના નામની મહિલા જે તેના ત્રણ બાળકો ફૈઝાન, અફઝલ અને હસનને લઈને કરિયાણું લેવા માટે ઘરની બહાર ગઈ હતી ત્યારે તે કરિયાણું લઈને તે તેના બાળકો સાથે પરત ફરી રહી હતી ત્યારે તે ઘરે પહોંચે તે પહેલા જ તેમની સાથે એક ટ્રેક્ટરે બધા જ લોકોને ટક્કર મારી હતી.

ઘટના સર્જાયા બાદ ગામના લોકો દ્વારા આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિતપણે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ શરુ કરી હતી. જયારે આ ઘટના અંગે તેના પરિવાર જનોને જાણ થતાની જ સાથે આખો પરિવાર રડી પડ્યો હતો. તેમજ આ ઘટના બાદ ગામજનોને પણ ખુબ જ મોટો શોકના વાદળો છવાયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…