કેમિકલ ફેક્ટરીમાં મોડી રાત્રે ફાટી નીકળી ભીષણ આગ, અંદર સુતેલા 6 લોકો ઊંઘમાં જીવતા ભડથું થયા

Published on: 10:46 am, Thu, 14 April 22

આંધ્રપ્રદેશમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બુધવારે મોડી રાત્રે એલુરુ જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગમાં છ લોકોના મોત થયા છે. જ્યારે 13 ઘાયલ થયા હતા. મોડી રાત્રે ગેસ લીકેજને કારણે આ અકસ્માત થયો હતો. ઈલુરુના એસપી રાહુલ દેવ શર્માના જણાવ્યા અનુસાર, આગ નાઈટ્રિક એસિડ અને મોનોમિથાઈલના લીકેજને કારણે લાગી હતી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ મૃતકોના નજીકના પરિવારને 25 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 5 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

5 મજૂરોના ઘટનાસ્થળે જ મોત
આ ઘટના પોરસ ફેક્ટરીમાં બની હતી. તે મસૂનુર જિલ્લામાં છે. જ્યાં યુનિટ નંબર 4માં ગેસ લીક ​​થઈને સમગ્ર બિલ્ડીંગમાં ફેલાઈ ગયો હતો. આ અકસ્માતમાં 5 મજૂરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એકનું મોત થયું હતું.

ઈજાગ્રસ્તોને વધુ સારી સારવાર માટે વિજયવાડા અને નુજીદુમાં રીફર કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે 4 મજૂરોની હાલત અત્યંત નાજુક છે. આગના સમાચાર મળતાની સાથે જ ફાયર બ્રિગેડ અને NDRFની ટીમે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

ફાર્મા ફેક્ટરી રસાયણોનો ઉપયોગ કરીને બનાવે છે દવા 
મૃત્યુ પામેલા લોકોમાં 4 મજૂરો બિહારના હતા. જ્યારે બાકીના બેની ઓળખ ક્રિષ્ના કેમિસ્ટ અને ઓપરેટર કિરણ તરીકે થઈ છે. પોલીસ બાકીના બ્લોકમાં મજૂરોની હાજરીની પણ તપાસ કરી રહી છે. પોરસ ફેક્ટરી એ ફાર્મા ફેક્ટરી છે, જ્યાં નાઈટ્રિક એસિડ, મોનો મિથાઈલ અને સલ્ફ્યુરિક એસિડનો ઉપયોગ થાય છે.

ગુજરાતમાં પણ બની હતી આવી જ ઘટના
અત્રે ઉલેખનીય છે કે, 11 એપ્રિલે ગુજરાતના ભરૂચમાં એક કેમિકલ ફેક્ટરીમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં 6 મજૂરો જીવતા સળગી ગયા હતા. દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં ડિસ્ટિલેશનની પ્રક્રિયા ચાલી રહી હતી. જેમાં રિએક્ટરમાં વિસ્ફોટ બાદ આગ લાગવાથી કામદારોના મોત થયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…