આ ખેડૂતભાઈએ સર્જ્યો વિક્રમ- પોતાના ખેતરમાં ઉગાડ્યું ૧૦૦૦ કિલોનું કોળું

125
Published on: 6:30 pm, Sat, 17 September 22

હાલમાં દેશ-વિદેશનાં પ્રગતીશીલ ખેડૂતો ટેકનોલોજીનાં આધુનિક યુગમાં અનેકવિધ નવીનત્તમ પાકોની ખેતી કરતા થયા છે ત્યારે હાલમાં એક એવી ખેતી અંગેની જાણકારી સામે આવી છે કે, જેને જાણીને તમે પણ થોડીવાર નવાઇમાં મુકાઈ જશો. તમામ લોકોએ કોળુ તો જોયું જ હશે.

જયારે હાલમાં સામે આવી રહેલ અનોખી ઘટનામાં આ અમેરિકન ખેડૂતભાઈએ એક એવું કોળું ઉગાડ્યું છે કે, જેનું વજન તોલવા પર 10 ક્વિન્ટલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આની સાથે જ આ કોળાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ કોળાની તસવીરો સોશિયલ મીડિયા પર મુકતા જ આ તસવીરો વાયુવેગે વાયરલ થવા લાગી હતી.

આ કોળાનું કદ તથા પહોળાઈ જાણીને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટના અમેરિકામાં આવેલ ઓહિયોમાં બની જવા પામી છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, બે ખેડૂતોએ મળીને આ કોળું ઉગાડ્યું છે કે, જેનું નામ ટોડ અને ડોના સ્કિનર હોવાનું સામે આવ્યું છે.

આ બંને ખેડૂતોએ એમના ખેતરોમાં વિશ્વનું સૌથી મોટું કોળું ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવી લીધો છે. મળી રહેલ જાણકારી પ્રમાણે, બંને છેલ્લા 30 વર્ષથી કોળાની ખેતી કરી રહ્યા છે, તેઓ એવું ઈચ્છતા હતા કે, તેમના ખેતરમાં સૌથી મોટા કોળાનું ઉત્પાદન થઈ શકે. આખરે તેની મહેનત ફળી તેમજ તેની ઈચ્છા પૂરી થઈ.

જાણો ખેડૂતોએ શું કહ્યું?
અમને કોળાનું વજનનો ખ્યાલ અગાઉથી જ આવી ગયો હતો. જયારે બીજી તરફ, ઓકલેન્ડ નર્સરીએ પુષ્ટિ કરી છે કે, ડોના તથા ટોડ હવે વિશ્વના સૌથી મોટું લીલા કોળાના ઉત્પાદકો બન્યા છે. આ કોળાની કિંમત અંદાજે 2,164 પાઉન્ડ હોવાનું જાણવા મળ્યું છે. કોળાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…