સુરતમાં પતંજલિ મધના સીલપેક ડબ્બા માંથી નીકળી મોટી જીવાત- જુઓ વિડીયો

227
Published on: 8:57 pm, Tue, 21 December 21

લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતો કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. હાલના સમયમાં વ્યક્તિનું સ્વાસ્થ્ય જ સૌથી મહત્વનું છે. પરંતુ બજારમાં ઘણી એવી કંપનીઓ છે, જેના નામથી જ લોકો આંખ બંધ કરીને તે કંપનીની વસ્તુઓ ખરીદી લે છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારની એક દુકાનમાંથી નામાંકિત કંપનીની મધની બોટલમાંથી મોટી જીવાત નીકળતા લોકોમાં કકળાટ મચી ગયો છે.

સુરતના એક વ્યક્તિએ (એડવોકેટ મેહુલ), યુટ્યુબના માધ્યમથી લોકોને જણાવ્યું છે કે, હાલના સમયમાં મોટી મોટી કંપનીઓ કેવી રીતે આપણા સ્વાસ્થ્ય સાથે છેડા કરી રહી છે. આયુર્વેદના નામે પ્રખ્યાત થયેલી પતંજલિ કંપનીના મધના ડબ્બા માંથી મોટી જીવાત નીકળી હતી. મોટા વરાછા વિસ્તારના એક મેડિકલમાં પતંજલિ કંપનીના મધના ડબ્બા માંથી જીવાત નીકળી હતી.

મેડિકલના માલિકે, પતંજલિ એજન્સીમાંથી મધ ની બોટલ ખરીદી હતી. અને આ મધની બોટલમાં એક વિશાળ જીવાત નીકળી હતી. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે મધની સિલપેક બોટલમાં કેટલી મોટી જીવાત છે.

આટલી મોટી મોટી કંપનીઓમાં, જ્યારે દરેક નાની-નાની વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે, ત્યારે એક મધના ડબ્બામાં આટલી મોટી જીવાત ક્યાંથી નીકળી? ખરેખર આજના સમયમાં લોકો આંખ બંધ કરીને આ મોટી મોટી કંપનીઓની વસ્તુઓ વપરાશમાં લે છે, પરંતુ હાલ બનેલી આ ઘટનાથી લોકોમાં ફફડાટ મચી ગયો છે.

વીડિયોમાં આ વ્યક્તિ સાથે બોલી રહ્યો છે કે, આપણે સૌ આયુર્વેદના નામે આંખ બંધ કરીને વસ્તુઓ ખરીદી લઇએ છીએ, પરંતુ આ મોટી કંપનીઓ આપણા સ્વાસ્થ્ય સાથે કેટલા છેડા કરી રહી છે. આયુર્વેદના નામે મોંઘી વસ્તુઓ વેચીને, આ કંપની વસ્તુની સાથે સાથે જીવાત પણ ફ્રી આપે છે. આ વિડીયો હાલ સોસીયલ મીડિયામાં ખુબ વાઈરલ થઇ રહ્યો છે, સાથોસાથ લોકોને જાગૃત થવાની જરૂર છે અને દરેક વસ્તુ જ્યાંથી કે, ત્યાં જ ચેક કરવી જોઈએ, જેના કારણે આપના સ્વાસ્થ્યને કોઈ પ્રકારનું નુકશાન ન થાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…