
આસો માસના વદ પક્ષની એકાદશીએ રમા એકાદશીનું વ્રત કરવામાં આવતું હોય છે. દિવાળીના ફક્ત 4 દિવસ અગાઉ જ આવતી આ એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીના રમા સ્વરૂપની પૂજા કરવામાં આવતી હોય છે એટલે જ તેને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.
પદ્મ પુરાણમાં પણ આ વ્રતનું મહત્ત્વ જણાવાયું છે. ઘણી જગ્યાએ તો આજથી જ લક્ષ્મીપૂજાની શરૂઆત થઇ ચુકી છે તેમજ દિવાળીએ મહાપૂજા કરવામાં આવતી હોય છે. આ એકાદશી વ્રતથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઇ જતા હોય છે. આ વર્ષે આ એકાદશી 1 નવેમ્બરને સોમવારનાં રોજ આવી રહી છે. આ વ્રતના પ્રભાવથી તમામ પાપ નષ્ટ થઇ જાય છે. સૌભાગ્યવતી મહિલાઓ માટે આ વ્રત સુખ તથા સૌભાગ્ય આપતું હોવાનું મનાય છે.
વ્રત અને પૂજા વિધિ:
સવારમાં વહેલા જાગીને સ્નાન કર્યા બાદ પૂજા સાથે વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. સાથે જ આજનાં દિવસે નિરાહાર અથવા તો એક સમયે ફળાહાર કરીને વ્રત કરી શકાય છે. ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મીજીની પૂજા કરવિ જોઈએ. ભગવાનને ભોગ ધરાવિને પ્રસાદ વહેંચો
વ્રત પાછળ રહેલ પૌરાણિક કથા:
મુચુકુંદ નામના રાજાને ચંદ્રભાગા નામની દીકરી હતી. જેના લગ્ન રાજા ચંદ્રસેનના દીકરા શોભનની સાથે થયાં હતાં. એક દિવસ શોભન પોતાના સસરા રાજા મુચુકુંદના ઘરે આવ્યાં હતા. આ દિવસે એકાદશી હોવાથી શોભને એકાદશીના વ્રતનો સંકલ્પ લીધો હતો.
ચંદ્રભાગાને ચિંતા થઇ કે પતિ ભૂખ્યો કેવી રીતે રહેશે. રાજ્યમાં તમામ એકાદશીનું વ્રત રાખતાં હતાં તેમજ કોઇ અનાજ ખાતું ન હતું. શોભને વ્રત રાખ્યું પણ તે ભૂખ્યા રહેવું સહન કરી શક્યો નહીં તેમજ તેનું મૃત્યુ થઇ ગયું કે, જેથી ચંદ્રભાગા ખૂબ જ દુઃખી થઇ હતી.
શોભનને રમા એકાદશી વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં તે શરીર સાથે મંદરાચલ પર્વતના શિખર પર ઉત્તમ દેવનગર મળ્યું હતું. ગંધર્વ તેની સ્તૃતિ કરતાં હતા તેમજ અપ્સરાઓ સેવામાં જોડાઈ હતી. એક દિવસ જ્યારે રાજા મુચુકુંદ મંદરાચલ પર્વત પર આવ્યાં ત્યારે તેમણે પોતાના જમાઈનું વૈભવ જોયું તો પરત ફરીને તેમણે ચંદ્રભાગાને બધું કહ્યું તો તે ખૂબ જ પ્રસન્ન થઇ.
બાદમાં તે પોતાના પતિ પાસે જતી રહી તેમજ પોતાની ભક્તિ તથા રમા એકાદશીના પ્રભાવથી શોભન સાથે સુખપૂર્વક રહેવા લાગી હતી. પુરાણો મુજબ રમા એકાદશી વ્રતથી કામધેનુ તથા ચિંતામણિ સમાન ફળ મળે છે. આ વ્રત કરવાથી સમૃદ્ધિ-સંપન્નતા વધે છે. આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…