
હાલમાં દેશના ખેડૂતો પ્રગતીશીલ બન્યાં છે. મોંઘવારીનો માર ખેડૂતોને પણ ખાતરનાં સતત ભાવવધારાથી લાગ્યો છે. ખેડૂતો હવે ખેતીમાં અવનવા પ્રયોગ કરીને ખુબ સારી એવી ઉપજ મેળવી રહ્યા છે. રાજ્યના જુનાગઢ જીલ્લાનાં ચોકલી ગામમાં એક ખેડૂતભાઈએ શક્તિ વર્ધક શતાવરી નામની ઔષધીનું ઓર્ગેનિક વાવેતર કરીને ખુબ સારું એવું ઉત્પાદન મેળવ્યું છે.
સામાન્ય રીતે જંગલમાં ઉગી નીકળતી શતાવરીની ગુજરાતમાં કદાચિત સૌપ્રથમવાર કોઈ ખેડૂત એ ખેતી કરવામાં આવી છે. ચોકલી ગામના ખેડૂતે શક્તિવર્ધક ઔષધી શતાવરીનું સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિથી સફળ ઉત્પાદન કરીને ખેડૂતોને નવી રાહ ચીંધી છે. હરસુખભાઈ ગજેરા ઔષધીના જાણકાર હોવાથી તેઓ ખેતીમાં અવનવા પ્રયોગ કરતા હોય છે.
આજથી 2 વર્ષ અગાઉ તેઓએ પોતાના ખેતરમાં ખૂબ ઉપયોગી એવી શતાવરી નામની ઔષધીનું વાવેતર કર્યું હતું. આજે તેમને ખુબ સારું પરિણામ મળ્યું છે. હરસુખભાઈએ નેપાળથી 18,000 રોપા મંગાવીને એક રોપાદીઠ 11 રૂપિયા થઇને પોતાના 3 વીઘામાં વાવેતર કરવામાં આવ્યું હતું. વાવેતર સમયે અંદાજે 2 લાખનો ખર્ચ થયો હતો.
આની સાથે જ છોડને પણ રાસાયણીક દવાની જગ્યાએ અર્કનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સંપૂર્ણ ઓર્ગેનિક શતાવરીનું ઉત્પાદન છે. હરસુખભાઈ ગજેરાના મત મુજબ, ચાલુ વર્ષ દરમિયાન વરસાદ મોડે સુધી થતા થોડી નુકશાની થઇ છે એમ છતાં 8,008 કિલોનું ઉત્પાદન થશે. માર્કેટમાં શતાવરીના કિલોદીઠ 250 રૂપિયાનો ભાવ હોય છે.
શતાવરીની ખેતીને આયુર્વેદ ડોકટરો પણ ખુબ આવકારી રહ્યાં છે તેમજ શતાવરી સ્ત્રીઓ તથા પુરુષો માટે ખુબ શ્રેષ્ઠ છે. શતાવરીના ગુણને લીધે માર્કેટમાં એની ખુબ સારી માંગ રહેલી છે. જુનાગઢના એમ .ડી (આયુર્વેદ) વિપુલ મેહતા જણાવે છે કે, શતાવરી સંસ્કૃત શબ્દ છે તેનું વૈજ્ઞાનિક નામ એસ્પ્યરેગાસ રેસીમોસા છે.
શતાવરી પિત નાશક હોવાથી ગર્ભવતી મહિલાઓ માટે ખુબ ફાયદાકારક છે. કારણ કે, શતાવરી શક્તિ વર્ધક ઔષધી છે તથા ખૂબ બળ આપનારી છે. જુનાગઢના નાયબ ખેતી નિયામક જણાવે છે કે, શતાવરીનું ઉત્પાદન સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ ચોકલી ગામમાં થયું છે. પોતાના ખેતરમાં શતાવરીનું સફળ ઉત્પાદન કરીને આગામી દિવસોમાં હરસુખભાઈ ખુબ સારું એવું ઉત્પાદન મેળવશે.
ચાલુ વર્ષ દરમિયાન વરસાદને લઇ થોડુ નુકશાન થશે પરંતુ આવતા દિવસોમાં શતાવરીની ખેતીમાં ખુબ સારું એવું ઉત્પાદન તથા ઉપજ પણ મળશે. અહીં નોંધનીય છે કે, શતાવરી હિમાલયના વિસ્તારમાંથી મળી આવતી ઔષધીય જડી-બૂટ્ટી છે. દેશમાં શતાવરીને વસંત ઋતુની શાકભાજી તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ જડી બૂટ્ટી ઝડપથી વજન ઘટાડવામાં પણ ખુબ મદદરૂપ થાય છે. આની સાથે જ આ ઔષધી ત્વચામાં પણ નિખાર લાવે છે. શતાવરી એન્ટીઑક્સિડેન્ટ તત્ત્વથી ભરપૂર હોવાંથી હૃદયની બીમારીથી બચવા માટે ખુબ ફાયદાકારક છે. આની સાથે જ શતાવરીના ઉપયોગથી ત્વચા ચમકદાર બને છે. જે ચહેરાની કરચલીઓને દૂર કરે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…