10 વર્ષનો બાળક ખેતરમાં રમતો હતો અને અચાનક આવ્યો વિશાળકાય અજગર, પછી જે થયું એ જાણી રૂવાંડા ઉભા થઈ જશે

201
Published on: 3:46 pm, Mon, 18 October 21

ખેતરમાં એકલા રમી રહેલ આ ફક્ત 10 વર્ષીય બાળક સાથે ઘટી એવી ઘટના કે, જાણીને રૂવાંડા ઉભા થઈ જશે

હાલમાં એક ખુબ જ ચોંકાવનાર ઘટના સામે આવી છે. આ ઘટનાને જોતા એવું લાગે છે કે, ક્યારેય બાળકોને એકલા રમવા માટે મોકલવા જોઈએ નહીં! કચ્છમાં આવેલ માળિયા હાટિના તાલુકાનાં જલંધર ગામની સીમમાં 10 વર્ષીય બાળક સાથે એવી ઘટના બની છે કે, જાણીને તમે પણ ચોંકી જશો. આ ઘટનામાં બાળકની બહાદુરી સામે આવી છે.

અહીં બાળક રવિવારની સવારે એકલો ખેતરમાં રમી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ 14 ફૂટ લાંબા અજગરે તેનો પગ પકડી લીધો હતો તેમજ તેનો શિકાર કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. જયારે આ બાળકે હિંમત ન હારતા બહાદૂરીપૂર્વક અજગરના મો પર મુક્કા મારીને પોતાનો પગ તેના મોં માંથી છોડાવી લીધો હતો.

આ ઘટનામાં બાળકને ઇજા પહોંચી હતી કે, જેથી એને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આની સમગ્ર જાણ પિતાને થતા વનતંત્ર દ્વારા 14 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાદમાં ગામ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાને વિગતે જોઈએ તો, માળિયા તાલુકામાં આવેલ જલંધર ગામની સીમમાં આ ઘટના ઘટી હતી.

અહીં રહેતા મધુબેન વરજાંગભાઇ કરમટાનાં 10 વર્ષીય દીકરો આશિષ ઘરની બહાર ખેતરમાં રમી રહ્યો હતો. આ સમયે અચાનક જ 14 ફૂટના અજગર આવી ચઢ્યો હતો. આ અજગરને જોઇ 10 વર્ષનો આશિષ પહેલા તો ગભરાઇ ગયો હતો પણ બાદમા હિંમતપૂર્વક તેનો સામનો કર્યો હતો.

આ અજગરે આશીષને પોતાનો શિકાર બનાવે એ પહેલા જ અજગરના મો પર મુક્કા મારવાનું શરૂ કરી દીધું હતું. અજગરે આશિષનો પગ મોં મા નાંખી દીધો હતો. જેને છોડાવવા તેમજ પોતાનો જીવ બચાવવા માટે આશિષે અજગરના મોં પર મુક્કા મારવાનું શરૂ કર્યું હતું.

ખુબ જહેમત બાદ આશિષ પગ છોડાવીને પિતા પાસે ભાગી જઇને આ સમગ્ર ઘટના અંગે એમને જણાવ્યું હતું. આની જાણ થતાની સાથે જ પિતાએ વન વિભાગને જાણ કરી દીધી હોવાથી વન વિભાગે આવીને મહાકાય 14 ફૂટના અજગરનું રેસ્ક્યૂ કર્યું હતું. જયારે આશિષને પગમાં ઇજા પહોંચતા સારવાર અર્થે મેંદરડા લઈ જવાયો હતો. તબીબોએ  બાળકને પગના ભાગે અજગરે 20 દાંત બેસાડી દીધા હોવાનું કહ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…