કમોસમી વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતોના હાલ બેહાલ- ખેતરોમાં પાણી ફરી વળતા સેકંડો ધરતીપુત્રોને લાખોના નુકસાનની ભિતી

229
Published on: 4:01 pm, Mon, 25 October 21

ગઈકાલે એટલે કે, રવિવારના રોજ ભાવનગર, અમરેલી તથા રાજકોટ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસતા ધરતી પુત્રોની ચિંતામાં વધારો થયો છે. ધોરાજીમાં બપોર પછી કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો પાક પલળી ગયો છે. જેતપુરમાં આવેલ ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુલામાં રાખવામાં આવેલ પાક વરસાદના પાણીમાં ધોવાઈ જતા લાખોનું નુકસાન થવા પામ્યું છે.

યાર્ડમાં ખુલ્લામાં રાખેલ પાક પલળ્યો:
ધોરાજીમાં આવેલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની વેચવા માટે આવેલ જણસી ઉપર કમોસમી વરસાદ પડતા ખેડૂતો તથા વેપારીઓને મસમોટું નુકસાન થવા પામ્યું છે. રવિવારની બપોર પછી શરૂ થયેલા વરસાદને કારણે જેતપુર ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતોની જણસી વેચવા માટે આવી હતી તે બધી જ જણસી પલળી ગઈ હતી.

જેમાં હાલમાં કપાસ તથા મગફળીની સીઝન હોવાથી જેતપુર-ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં ખુબ મોટા પ્રમાણમાં કપાસ તથા મગફળીની આવક થવા પામી હતી. યાર્ડમાં આ પાકને ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો. જેનાં પર વરસાદ વરસતા મગફળી તથા કપાસ પલળી ગયો હતો.

ખેડૂતોને લાખોનું નુકસાન
ખેડૂતોએ આક્ષેપ મુક્યા હતા કે, ધોરાજી યાર્ડ દ્વારા કોઈપણ જાતની વ્યવસ્થા ના હોય તેમજ આવા મુશ્કેલીના સમયમાં પણ યાર્ડ નજીક ખેડૂતોની જણસી રાખવા માટે યોગ્ય કાર્યવાહી પણ ન થતા ખેડૂતોની જણસી જે ખુલ્લા મેદાનમાં તેમજ યાર્ડના રોડ પર રખાઈ હતી. એનાં પર વરસાદ વરસતા ખેડુતોનો તૈયાર પાક વરસાદના પાણીમાં ધોવાઈ ગયો છે.

અચાનક વરસાદે ખેડૂતોની ઉંઘ બગાડી:
ભાવનગર જિલ્લામાં રવિવારના હવામાનમાં બદલાવ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે આસો માસમાં ચોમાસાની વિધિવત વિદાય થઈ જતી હોય છે. જયારે રવિવારે જેસર તથા મહુવા પંથકના ગામોમાં બપોરના સમયે કમોસમી વરસાદ વરસતા માર્ગ પર પાણી વહેતા થયા હતા. મહુવામાં આવેલ બોરડી, કોટીયા, કળમોદર, વાવડી, રતનપર, બગદાણા, મોળપર, કરમદીયા, ખારી, ગળથર, બેલમર સહિતના ગામોમાં અચાનક વરસાદ વરસ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…