ઇતિહાસમાં સૌપ્રથમવાર બની આ ઘટના: ટેસ્ટટ્યુબ ટેકનીકથી કચ્છી ખેડૂતનાં ઘરે ભેંસે પાડાને આપ્યો જન્મ

124
Published on: 4:33 pm, Tue, 26 October 21

હાલમાં ગુજરાતમાંથી એક અજીબોગરીબ કહી શકાય એવી ઘટના સામે આવી છે. તમે એમ સાંભળ્યું હશે જ કે ટેસ્ટ ટ્યુબથી બાળકનો જન્મ થયો હોય જયારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને તમને ખુબ નવાઈ લાગશે. ગુજરાતના કચ્છ વિસ્તારની બન્ની પ્રજાતિની ભેંસે ગીર સોમનાથ જિલ્લામાં એક ખેડૂતના ઘરે IVF ટેકનિકના માધ્યમથી એક પાડાને જન્મ આપ્યો છે.

કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન તથા ડેરી મંત્રાલય દ્વારા આ પ્રજાતિની કોઈપણ ભેંસના IVF દ્વારા પાડો જન્મ અપાયાનો દેશનો આ સૌપ્રથમ કિસ્સો છે. આ બન્ની ભેંસ ગીર સોમનાથમાં આવેલ ધાનેજ ગામમાં વ્યવસાયે પશુપાલક તેમજ ખેડૂત વિનય વાળાની છે.

આ ખેડૂતના ઘેર 6 બન્ની ભેંસે IVF ટેકનિક માધ્યમથી ગર્ભવતી થઈ હતી, જેમાંથી આ સૌપ્રથમ એવી ભેંસ છે કે, જેણે પાડાને જન્મ આપ્યો હોય. વિનયભાઈ વાળા જણાવે છે કે, પાડાનો જન્મ શુક્રવારની સવારે થયો હતો તેમજ આગામી કેટલાક દિવસોમાં હજુ પણ અન્ય પાડાને જન્મ આપશે.

આ ટેકનિક મારફતે ભેંસને પાડુ જન્મ કરાવવાનો હેતુ સારી પ્રજાતિની ભેંસોની પ્રજાતિની સંખ્યામાં વધારો કરવાનો છે કે, જેથી દૂધ ઉત્પાદનમાં વધારો થઈ શકે. બન્ની ભેંસ શુષ્ક હવામાનમાં વધારે દૂધ ઉત્પાદન માટે જાણીતા બન્યા છે. બન્ની ભેંસ બધી જ ભેંસ પ્રજાતિઓમાં અવ્વલ ગણાય છે. મંત્રાલય દ્વારા ટ્વીટ કરીને આ અંગેની ખુશી વ્યક્ત કરાઈ છે.

આમ, મહિલાઓમાં IVF થી ગર્ભ ધારણ કર્યા પછી આ ટેકનોલોજીથી સૌપ્રથમવાર પ્રાણી પર પ્રયોગ કરવામાં આવ્યો છે. ભારતમાં સૌપ્રથમવાર IVF એટલે કે, કૃત્રિમ ગર્ભધાનની ટેકનિકથી ટેસ્ટટ્યુબ પાડાનો જન્મ થયો છે. અહીં નોંધનીય છે કે, સરકાર બન્ની ભેંસની પ્રજાતિની સંખ્યામાં વધારો કરવા કાર્યશીલ છે.

જેથી જ તેમાં આઈવીએફનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે, જે સફળ નીવડ્યો છે. હવે બાકીની ભેંસો પણ સફળતાપૂર્વક પાડાને જન્મ આપે તો સમગ્ર પ્રયોગ સફળ બને. આ ઘટનાથી સમગ્ર પંથકમાં આશ્વર્યનો માહોલ છવાયો છે. આ ઘટના દેશમાં સૌપ્રથમવાર બની છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…