કચ્છના ખેડૂતનો અનોખો કરિશ્મા- એક જ કેરીમાં ફીટ કરી દીધી ત્રણ-ત્રણ કેરીની ખાસિયતો

Published on: 7:18 pm, Tue, 6 June 23

Kutch farmer developed a new Saraswati mango: કચ્છના ખેડૂતે (Kutch farmer) એક અનોખો કરિશ્મા કરી બતાવ્યો છે. આ ખેડૂતે સોનપરી કેરીમાં કચ્છની દેશીનું મિશ્રણ કરીને કેરીની એક અનોખી પ્રજાતિ વિકસાવી છે. ઇતિહાસ સાક્ષી છે કે, કચ્છના ખેડૂતો પોતાની આગવી કોઠાસૂઝથી રણ પ્રદેશમાં પણ કંઈક નવું કરીને ખેતી ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી રહ્યા છે. હાલમાં જ આવા એક ખેડૂતે પોતાની કોઠાસૂઝથી અલગ કેરીનો સંશોધન કર્યું છે. આ ખેડૂતે કેરીની એક અનોખી પ્રજાતિ વિકસાવી છે. (Kutch farmer developed Saraswati mango)

આ ખેડૂતે કેરીની સોનપરી પ્રજાતિમાં કચ્છની દેશી કેરીનું મિશ્રણ કરીને એક નવી પ્રજાતિની કેરીનું વાવેતર કર્યું છે. આ કેરીની ખાસ વિશેષતા તો એ છે કે, આ નવી પ્રજાતિનું કદ, આકાર અને સ્વાદ સોનપરી કરતા પણ વિશેષ છે. આ ખેડૂતનું માનવું છે કે, આવનારા સમયમાં આ કેરીને વિશેષ ઓળખ બનશે.

બે વર્ષ પહેલા નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા હાપુસ અને બેંગણપની કેરીનું મિશ્રણ કરીને આ સોનપરી પ્રજાતિ વિકસાવી હતી. ત્યારે હાલ કચ્છમાં કેસર કેરીનું વાવેતર કરતા હરેશભાઈ ઠક્કરે પોતાની વાડીમાં સોનપરી કેરીનો વાવેતર કર્યું હતું. પરંતુ ધાર્યું પરિણામ ન મળતા, તેઓએ નિરાશ થવાનું છોડી કંઈક ફેરફારો કરવાનું શરૂ કર્યું. અને પોતાની જ વાડીને યુનિવર્સિટી બનાવી હરેશ ઠક્કરે સોનપરી કેરીમાં કચ્છની દેશી કેરીનું મિશ્રણ કર્યું. અને આ પ્રજાતિને નામ આપ્યું સરસ્વતી…

સોનપરી કરતા બધી જ રીતે ચડિયાતી છે આ સરસ્વતી પ્રજાતિ
નવી પ્રજાતિનું વાવેતર કરનાર આ ખેડૂત ભાઈનું કહેવું છે કે, આંબાની ડાળીઓમાં ખૂબ જ વળાંક આવે છે, બધી જ નાની નાની વાતોનું ધ્યાન રાખીને પોતાની કોઠાસૂઝથી આ પ્રજાતિને બદલવાનો નિર્ણય કર્યો. આ પ્રજાતિ બનાવવા કચ્છની દેશી કેરીનો રૂડ સ્ટોક બનાવી તેના પર સોનપરીનો ગ્રાફ્ટિંગ કર્યું અને પરિણામે સોનપરીથી પણ વિશેષ ફળ મળ્યું.

છેલ્લા 20 વર્ષોથી કચ્છમાં મોટી માત્રામાં કેસર કેરીનું ઉત્પાદન થઈ રહ્યું છે અને આજે કચ્છની કેસર કેરી વિશ્વભરમાં વખણાઈ રહી છે. ત્યારે બે વર્ષ પહેલાં જ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બે કેરીને મિશ્રિત કરીને સોનપરી કેરી તૈયાર કરવામાં આવી હતી. ત્યારે આજે સોનપરી કેરીની ખૂબ જ માંગ વધી રહી છે. ત્યારે રેલડી ગામના ખેડૂત હરેશ ઠક્કરે પણ સોનપરી કેરીના રોપા ખરીદી પોતાના ખેતરમાં વાવ્યા હતા.

આ ખાસ કેરીને આપ્યું માતાનું નામ
હરેશ ઠક્કરે વાવેલા આ રોપા મોટા થયા ત્યારે ઝાડની ડાળીઓમાં ખૂબ જ વળાંકો હતા. જેથી આ ખેડૂતે પોતાની કોઠા શું જ વાપરી, સોનપરી કેરીમાં કચ્છની દેશી કેરીનું મિશ્રિત કરી એક નવી પ્રજાતિ શોધી. અને આ કેરીને માતાનું નામ સરસ્વતી આપ્યું. સરસ્વતી પ્રજાતિની કેરીમાં હાપુસ, બદામ અને દેશી કેરીના મિશ્ર ગુણવત્તા ધરાવે છે. હાપુસનો સ્વાદ, બદામ જેવી સાઈઝ અને કેસર કેરી જેવી મીઠાશ આ કેરીની ખાસિયતોમાં ખૂબ જ વધારો કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…