50 તોલા સોનું પહેરનાર કુંજલ પટેલે ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

Published on: 10:05 am, Thu, 24 June 21

અમદાવાદના માં રેહતા કુંજલ પટેલે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ગોલ્ડમેન તરીકે જાણીતા અને વાહન જપ્તી ના ધંધા સાથે સંકળાયેલા કુંજલ પટેલે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. મૃતક કુંજલ પટેલે 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઉમેદવારી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ આ આત્મહત્યા પાછળ પરિવાર ના ઝઘડા કારણભૂત હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. કુંજલ 2 દિવસ પહેલા જ તેની પત્ની ને પિયર મૂકી આવ્યો હતો અને બાદમાં આપઘાત કરી લીધો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

યોગેશ સોસાયટીમાં શનિવારે કુંજલ પટેલે પોતાના ઘરે જ આપઘાત કર્યો હતો. પછી આ અંગે મધુપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી.કુંજલ વાહન સીઝીંગ ના ધંધામાં ખુબ જ જાણીતું નામ હતું. મળતી માહિતી મુજબ તેને પત્ની સાથે ઝઘડો થયો હતો અને બાદમાં પત્ની પિયર હતી.

પત્ની પિયર ગયા બાદ કુંજલે આપઘાત કરી લીધો હતો. તેણે ૨૦૧૭માં દરિયાપુર બેઠકથી ચૂંટણી પણ લડી હતી. કુંજલ પટેલ શિવસેના સાથે જોડાયેલ હતો અને શિવસેનામાંથી જ ચૂંટણી લડ્યો હતો. કુંજલે એ સમયે કહ્યું હતું કે તે ૫૦ તોલા સોનું પહેરે છે અને તેના ઘરે ૧૧૫ તોલા સોનું છે.