કૃષિ ઉદાન યોજના થકી ખેડૂતો થશે માલામાલ- જાણો ફાયદાઓ અને અરજી કરવાની સંપૂર્ણ માહિતી

623
Published on: 10:57 am, Sat, 19 February 22

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કેન્દ્રીય બજેટ 2020-2021માં કૃષિ ઉદાન યોજના રજૂ કરવામાં આવી હતી. આ કૃષિ ઉદાન યોજના હેઠળ, સરકારે 2022 માં ખેડૂતોને કૃષિ ઉત્પાદન અને પરિવહન માટે સહાય પૂરી પાડવાની યોજના બનાવી હતી. આ અંતર્ગત દેશના ખેડૂતોના પાકને ખાસ વિમાન દ્વારા સમયસર એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવામાં આવશે, જેથી તેમના પાકને કોઈ નુકસાન ન થાય.

કૃષિ ઉદાન યોજના 2022:
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ખેડૂતો માટે આ યોજના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય માર્ગો પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ યોજના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મદદથી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, પસંદગીની એરલાઇન્સને કેન્દ્ર, રાજ્ય સરકારો અને એરપોર્ટ ઓપરેટરો તરફથી રાહતોના સંદર્ભમાં નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે. તેમજ કૃષિ ઉદાન યોજના 2022 હેઠળ દૂધ, માછલી, માંસ જેવી નાશવંત વસ્તુઓને શક્ય તેટલી વહેલી તકે હવાઈ માર્ગે દ્વારા બજારોમાં પહોંચાડવામાં આવશે. જેથી ખેડૂતોની આવકમાં વધારો કરવાની સાથે નુકસાન પણ ઘટાડી શકાય છે.

યોજનાનો મુખ્ય હેતુ:
આપણા દેશની અડધી વસ્તી સંપૂર્ણપણે ખેતી પર જ નિર્ભર છે. ત્યારે ખેડૂતની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી છે. જયારે ખેડૂતો માટે અને દેશની અર્થવ્યવસ્થાને વધારવા માટે તેની સલામતી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દૂધ, માછલી, માંસ જેવા નાશવંત પદાર્થો બજારોમાં યોગ્ય સમયે પહોંચાડવામાં આવતા નથી જેના કારણે બગડી જવાની સંભાવના વધ છે. જેથી ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં ખેડૂતોની આવક મળતી નથી અને ખેડૂતોને સરકાર પર નિર્ભર રહેવું પડે છે.

દેશના ખેડૂતોની આવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને અને તે તમામ સમસ્યાઓનું સમાધાન શોધવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ ઉદાન યોજના 2022 શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોના ઉત્પાદનોને ઓછામાં ઓછા સમયમાં સીધા બજારોમાં પહોંચાડવાનો છે. તેમજ ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ પણ મળી શકશે અને પાક નિષ્ફળ જવાનો ભય પણ નહી રહે.

કૃષિ ઉદાન યોજના ક્યારે શરૂ કરવામાં આવી:
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરી 2020ના રોજ કૃષિ ઉદાન યોજના શરૂ કરવામાં આવી હતી. કૃષિ ઉદાન યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતોને હવાઈ સેવા પર સબસિડી આપવાની યોજના બનાવવામાં આવી છે. આ યોજના આંતર-રાજ્ય અને આંતરરાષ્ટ્રીય બંને માર્ગો પર લાગુ કરવામાં આવશે, જેથી ખેડૂતોને સારો લાભ મળી શકે. આ યોજના હેઠળ ખેડૂતોને રાહત દરે અડધી બેઠકો આપવાનું આયોજન છે.

કૃષિ ઉદાન યોજનામાં નોંધણી પ્રક્રિયા:
યોજનાનો લાભ મેળવવા માટે દેશના ખેડૂતોએ નોંધણી કરાવવી પડશે. ત્યાર પછી જ તમે આ યોજનાનો લાભ મેળવી શકશો. કૃષિ ઉદાન યોજના હેઠળ, દેશના વિવિધ ભાગોમાં કૃષિ ઉત્પાદનોના પરિવહન માટે સરકાર દ્વારા પ્રમોટ કરાયેલ એરલાઇન્સ અને એરપોર્ટનું સંચાલન કરવામાં આવશે. આમાં, ફ્લાઈટ્સમાં ઓછામાં ઓછી અડધી સીટો કન્સેશનલ ભાડા પર આપવામાં આવશે. આ યોજનામાં સામેલ લાભાર્થીઓને ફિઝિબિલિટી ગ્રાન્ટની ચોક્કસ રકમ પણ આપવામાં આવશે. ફિઝિબિલિટી ગ્રાન્ટ ફંડ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.

કૃષિ ઉદાન યોજના માટે જરૂરી દસ્તાવેજો:
કૃષિ ઉદાન યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, ખેતી સંબંધિત દસ્તાવેજો, સરનામાનો પુરાવો, મોબાઇલ નંબર, રેશન કાર્ડ વગેર.

તેમજ આ યોજનાનો લાભ ફક્ત ભારતના કાયમી નિવાસીઓ જ લઇ શકે છે. આ યોજના માટે અરજી કરવા માટે અરજદાર ખેડૂત હોવો ફરજિયાત છે.

કૃષિ ઉદાન યોજના માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા:
સૌ પ્રથમ તમારે તેની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાર પછી તમારી સામે હોમ પેજ ખુલશે. આ હોમ પેજ પર તમારે ‘Apply Online’ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમારી સામે ઓનલાઈન અરજી ફોર્મ ખુલશે. આ ફોર્મમાં, તમારે વિનંતી કરેલ માહિતી ભરવાની રહેશે જેમ કે: નામ, આધાર નંબર વગેરે. બધી માહિતી યોગ્ય રીતે ભર્યા પછી, તમારે ‘સબમિટ’ બટન પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમારી અરજી યોજનામાં સફળતાપૂર્વક લાગુ થશે.

કૃષિ ઉદાન યોજનાની લોગ-ઇન પ્રક્રિયા:
એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં લોગીન કરવા માટે સૌથી પહેલા તમારે તેની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. તમારી સામે હોમપેજ ખુલશે. હોમ પેજ પર, તમારે લોગિન વિકલ્પ પર ક્લિક કરવું પડશે. ત્યાર પછી તમારી સામે લોગીન પેજ ખુલશે. આ ફોર્મમાં તમારે યુઝરનેમ, પાસવર્ડ, કેપ્ચા કોડ એન્ટર કરવાનો રહેશે. ત્યાર બાદ લોગિન બટન પર ક્લિક કરો. આ રીતે તમે સફળતાપૂર્વક લોગીન કરી શકશો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…