આ હતા ભગવાન શ્રીકૃષ્ણનાં સૌથી મોટા પાંચ દુશ્મનો, મોટાભાગના લોકો નથી જાણતા રાજા પૌંડ્રકની રસપ્રદ કથા

Published on: 11:02 am, Fri, 3 September 21

સૌને અતિપ્રિય એવા ભગવાન શ્રીકૃષ્ણનાં જીવનને લઈ હાલમાં એક ખુબ રોચક જાણકારી સામે આવી છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં રોહિણી નક્ષત્રમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પર થયો હતો. જેથી લોકો દર વર્ષે જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે.

શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમાં અવતાર માનવામાં આવે છે. દ્વાપર યુગમાં કંસને કૃષ્ણના સૌથી મોટા દુશ્મન માનવામાં આવે છે પણ આપને જાણ નહીં હોય કે દુશ્મનોની યાદીમાં બહુરૂપી પૌન્ડ્રક સહિત કેટલાક દુશ્મનો હતા. આવો જનમાષ્ટમીના આ શુભ દિન પર તમને કૃષ્ણના 5 સૌથી મોટા દુશ્મનો અંગે જણાવીએ.

1. કંસ:
શ્રી કૃષ્ણના માતા દેવકીના ભાઈ કંસ શ્રી કૃષ્ણના સૌથી મોટા દુશ્મન હતા. કંસને પોતાની બહેન પ્રત્યે લગાવ હતો પણ જ્યારે ભવિષ્યવાણી થઈ કે, દેવકીના ગર્ભથી પેદા થતા બાળક જ કંસનું વધ કરશે તેણે અગાઉ 7 બાળકોની હત્યા કરવામાં આવી હતી. જ્યારે કૃષ્ણનો જન્મ થયો ત્યારે પિતા વાસુદેવ તેમને મથુરામાં યશોદાના ત્યાં મુકી આવ્યા હતા. કંસને તેની જાણ પણ ન હતી. આગળ ચાલીને ભગવાન શ્રી કૃષ્ણ જ કંસના મોતનું કારણ બન્યા હતા.

2. જરાસંધ:
કંસના મોત પછી તેમના સસરા જરાસંધ કૃષ્ણના દુશ્મન બન્યા હતા. જરાસંધ બૃહદ્રથ નામના રાજાના દીકરા હતા. શ્રીકૃષ્ણે જરાંધનું વધ કરવા માટે ભીમ તથા અર્જુનની મદદ લીધી હતી. ત્રણેય ભેષ બદલીને જરાસંધની પાસે પહોંચ્યા હતા પણ તેમને આ ઢોંગ અંગેની જાણ થઈ ગઈ હતી.

અંતમાં ભીમને તેમને કુશ્તી માટે પડકાર આપ્યો ત્યારે ભીમને જાણ થઈ કે, જરાસંધને હરાવવું એટલું સરળ ન હતું. શ્રીકૃષ્ણએ જેવું એક તણખલાના બે ભાગ કરીને તેમને અલગ અલગ દિશાઓમાં ફેક્યા ભીમ તેમનો ઈશારો સમજી ગયા તેમજ તેમણે જરાસંધને વચ્ચેથી ચીરીને તેના શરીરના બન્ને ભાગને અલગ-અલગ દિશાઓમાં ફેંકી દીધા હતા.

3. કાલયવન: 
કાલયવનની સેનાએ મથુરાને ઘેરી લીધી હતી ત્યારે શ્રીકૃષ્ણએ તેને સંદેશ મોકલ્યો હતો કે, યુદ્ધ માત્ર શ્રીકૃષ્ણ તથા કાલયવનમાં થશે. કાલયવનને તેનો સ્વીકાર કર્યો હતો. કાલયવને શિવનું વરદાન હતું માટે તેને કોઈ મારી શકતું નહીં. યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણ મેદાન છોડીને ભાગી ગયા હતા તેમજ કાલયવન તેમની પાછળ એક ગુફામાં જતા રહ્યા હતા.

ગુફામાં સુઈ રહેલા રાજા મુચુકુંદને કૃષ્ણે પોતાના પોશાકથી ઢાકી લીધા હતા. કાલયવને જેવું મુચુકુંદને કૃષ્ણ સમજીને ઉઠાવ્યા તો તેમની નજર પડતા જ તે ભસ્મ થઈ ગયા હતા. મુચુકુંદને વરદાન મળ્યું હતું કે, જ્યારે કોઈપણ તેને ઉંઘમાંછી જગાવશે તેની નજર જેના પર પડશે તે ભસ્મ થઈ જશે.

4. શિશુપાલ: 
શિશુપાલ છેલ્લા 3 જન્મથી શ્રીકૃષ્ણની સાથે વેર ભાઈ રાખતા હતા. એક યજ્ઞમાં તમામ રાજાઓને બોલાવી લેવામાં આવ્યા હતા. આ યજ્ઞ શ્રીકૃષ્ણ તથા પાંડવોની વચ્ચે રાખવામાં આવ્યું હતું. યજ્ઞ દરમિયાન શિશુપાલ શ્રી કૃષ્ણને અપમાનિત કરવા લાગ્યા હતા. આવું સાંભળીને પાંડવ ગુસ્સામાં આવીને તેમને મારવા માટે ઉભા થઈ ગયા હતા. જયારે કૃષ્ણે તેમને શાંત કરીને યજ્ઞ કરવા માટે કર્યું હતું.

શ્રી કૃષ્ણે શિશુપાલને જણાવ્યું હતું કે, તેમણે 100 અપમાનજનક શબ્દો સાંભળવાનું પ્રણ લીધુ છે તેમજ હવે તે પુરુ થઈ ચુક્યું છે. શાંત બેસો તેમાં જ તમારી ભલાઈ છે. જ્યાર પછી શિશુપાલે જેવા અપશબ્દો કહ્યા હતા. શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવીને શિશુપાલનું માથુ ધડથી અલગ કરી દીધું હતું.

5. પૌંડ્રક:
પોતાને શ્રી કૃષ્ણ કહેનાર રાજા પૌંડ્રકની કહાણી ખૂબ જ રસપ્રદ રહેલી છે. નકલી સુદર્શન ચક્ર, શંખ, તલવાર, મોર મુકુટ, કૌસ્તુભ મણિ, પીળા વસ્ત્રો પહેરીને પોતાને કૃષ્ણ ગણાવતા હતા. પૌંડ્રકની ભુલ માટે લોકો શ્રીકૃષ્ણને જવાબદાર માનતા હતા. આની માટે પૌંડ્રકને શ્રીકૃષ્ણને યુદ્ધ માટે પડકાર આપ્યો હતો. ત્યારપછી યુદ્ધ થયું જેમાં પૌંડ્રકનું વધ કરીને શ્રીકૃષ્ણ પુનઃ દ્વારકા જતા રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…