મહાભારતની અનસુની કહાની- મોટાભાગનાં લોકો નથી જાણતા શકુની મામાનાં પાસાનું રહસ્ય

229
Published on: 6:16 pm, Sat, 25 September 21

મહાભારત અને રામાયણ એ હિંદુ ધર્મના મહત્વનાં ગ્રન્થ છે. હાલમાં અમે મહાભારતમાં શકુની મામા અંગે જાણકારી લઈને આવ્યા છીએ. દુનિયાના સૌથી કપટી મામા તરીકે જાણીતાં દુર્યોધનના શકુની મામા મહાભારત કૌરવો તથા પાંડવો વચ્ચે જે યુદ્ધ થયું હતુ. જેને ધર્મયુદ્ધ કહેવામાં આવતું હતુ. શ્રી કૃષ્ણની આગેવાની હેઠળ આ યુદ્ધને કારણે પાંડવોએ ધર્મ પર વિજય મેળવ્યો હતો તેમજ કૌરવોની હાર થઈ હતી પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે, ફક્ત કૃષ્ણ જ નહીં શકુની પણ ઇચ્છતા હતા કે આ યુદ્ધ થાય.

એવું માનવામાં આવે છે કે, શકુની એક એવી વ્યક્તિ હતી કે, જેણે તેના ચૌસર સાથે એવી રીતે ચાલ્યો કે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. મહાભારતની ગાથામાં, શકુની તેની કુશળ બુદ્ધિ ખુબ જાણીતા છે તથા કૌરવોના મામાશ્રી શકુની મામાને કૌરવોના શુભેચ્છક માનવામાં આવે છે. શકુની મામા દુર્યોધનને માર્ગદર્શન આપતા હતા. આની સાથે જ દુર્યોધને પણ મામા શકુનીની ઇચ્છા વગર પગલું પણ ભર્યું ન હતું.

જ્યારે આ વસ્તુ ગાંધારીને પસંદ ન હતી. શકુનીએ દુર્યોધનને એવી કોઈ જાણ થવા દીધી ન હતી કે, તેના મામા તેની બહેનનાં જ કુળનો નાશ કરવા માંગે છે. હા, તે શકુની જ હતો કે, જેણે ધૃતરાષ્ટ્રના રાજવંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ ચૌપડના શકુનીના પાસા થકી શક્ય બન્યું હતુ. આપને જણાવી દઇએ કે, શકુનિએ જે પાસાનો ઉપયોગ કર્યો હતો તે સામાન્ય પાસા ન હતા.

હકીકતમાં, ચૌપરના તે કપડા ખાસ તેમના પિતાની હાડકાંમાંથી બનાવવામાં આવ્યાં હતાં. જેનાથી તે હંમેશા તેની યુક્તિઓમાં સફળ થતો હતો. આ પાસાની પાછળ એક ખૂબ જ રસપ્રદ અને રહસ્યમય વાર્તા રહેલી છે. ગાંધારના પરિવારને બંદી ગ્રહમાં ભૂખ્યા રાખવામાં આવ્યા હતા પણ શકુનીને દરરોજ એક મુઠ્ઠી ચોખા આપવામાં આવતા હતા.

શકુનીએ પોતાના કુટુંબનું મોત પોતાની આંખોથી જોયું હતું. ત્યારપછી તેણે કૌરવોના વંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. મૃત્યુ પહેલા શકુનીના પિતાએ તેને જણાવ્યું હતું કે, જ્યારે હું મરી જઈશ ત્યારે તમે મારા પગને પાસા બનાવીને તેની સાથે રમીશ તો ક્યારેય પણ હાર થશે નહી અને શકુનીએ પણ એવું જ કર્યું અને ધીમે-ધીમે તેના ભાણા દુર્યોધનના પ્રિય મામા બની ગયાં હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…