ધનતેરસનાં પરમ પવિત્ર દિવસે આટલી વસ્તુઓની અવશ્યપણે કરો ખરીદી, માતા લક્ષ્મીની કૃપાથી થશે ધનવર્ષા

190
Published on: 6:38 pm, Tue, 26 October 21

કારતક માસની શરૂઆત થઈ ચુકી છે તેમજ આની સાથોસાથ દિવાળીની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલુ થઈ ચુકી છે. ઘરની સફાઈની સાથોસાથ ખરીદીની પણ શરૂઆત થઈ ચૂકિ છે. ધનતેરસ વર્ષ 2021 ના દિવસે કરાતી મુખ્ય ખરીદીઓ માટે લોકો યોજના પણ બનાવી રહ્યા છે.

આવી પરીસ્થિતિમાં, તે જાણવું ખુબ જરૂરી બન્યું છે કે, ધનતેરસ પર કઈ વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે તેમજ કઈ વસ્તુઓ ખરીદવાથી ધન હાનિ થાય છે. આ વર્ષે ધનતેરસ 2 નવેમ્બર 2021 ના રોજ છે. આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ વિગતે…

ઘરમાં બરકત લાવે છે ધનતેરસની ખરીદી:
ધનતેરસનો પરમ પવિત્ર દિવસ ધન-સમૃદ્ધિનો વરસાદ કરતો દિવસ છે. આજનાં દિવસે ખરીદી કરવી ખૂબ જ શુભ હોવાનું માનવામાં આવે છે ત્યારે આજનાં દિવસે ખરીદેલ વસ્તુઓ શુભ ફળ આપતી હોય છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ધનતેરસના દિવસે અમુક ખાસ વસ્તુઓ ખરીદવાની પરંપરા રહેલી છે.

જો આજનાં દિવસે આ વસ્તુઓ ખરીદવામાં આવે તો સંપૂર્ણ વર્ષ દરમિયાન ધનની અછત રહેતી નથી. જેમાંથી સૌથી મહત્વની વસ્તુઓ ચાંદી અથવા પિત્તળના વાસણો રહેલા છે ત્યારે ધનતેરસનાં દિવસે કુબેર યંત્ર તેમજ મહાલક્ષ્મી યંત્રની ખરીદી કરવી ખૂબ જ શુભ મનાય છે. ધનતેરસના દિવસે શ્રી યંત્રને ઘર અથવા તો દુકાનની તિજોરીમાં રાખવાથી ધંધામાં બરકત આવે છે.

લક્ષ્મી-ગણેશજીની પ્રતિમા:
આની સિવાય ધનતેરસનાં પરમ પવિત્ર દિવસે લક્ષ્મી-ગણેશજીની મૂર્તિની ખરીડી કરવી પણ ખૂબ જ શુભ હોવાનું માનવામાં આવે છે. જો આ સંભવ ન હોય તો લક્ષ્મી-ગણેશના ફોટા વાળો ચાંદી અથવા તો સોનાનો સિક્કો ખરીદવો જોઈએ કે, જેનાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

ધનતેરસ પર આખા ધાણાની ખરીદી કરવી પણ ખૂબ જ શુભ હોવાનું માનવામાં આવે છે. આ કારણે, આશીર્વાદ સંપૂર્ણ વર્ષ દરમિયાન રહે છે. પૂજામાં વપરાતા ધાણાના બીજને તિજોરીમાં રાખવા પણ ખૂબ જ શુભ હોવાનું માનવામાં આવે છે. ખાસ ધ્યાન રાખવું કે, આજના દિવસે લોખંડની વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં.

આવું કરવા માટે દુર્ભાગ્યને આમંત્રિત કરવું મનાય છે કારણ કે, લોખંડ શનિ સાથે સંબંધિત છે. આની સિવાય ધનતેરસના દિવસે ચીની માટીથી બનાવવામાં આવેલ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ નહીં. આની સાથે જ તેનાથી ઘરમાં ગરીબી આવતતી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…