જો ખેડૂતો આ પદ્ધતિ અપનાવશે તો તેની આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો અને પાક પણ સારો થશે

223
Published on: 5:19 pm, Sat, 10 July 21

પહેલાં તો એ જાણીએ કે ખેડૂતો કઈ બાબતે સમસ્યાઓ અનુભવે છે
અલગ અલગ જાતિના વધારે ભાવવાળા બિયારણો અને દવાઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, પિયત પાણીની ખેંચ તથા પિયત માટે થતો વધુ પડતો ખર્ચ, જમીનની ઘટતી જતી ગુણવત્તા, ખેત મજૂરોની તંગી અને વધતાં જતાં મજૂરીના દર, વિજળી અને ઈંધણના વધતાં જતાં ભાવ અને છેલ્લે ખેડૂતોને મળતા પાકના અપૂરતા ભાવ આ બધી બાબતોને કારણે ખેડૂતો સમસ્યા અનુભવે છે.

ખેડૂતોને આવકમાં વધારો કરવો હોય અને આર્થિક સ્થિતિ સારી કરવી હોય તો તેઓને એકમ વિસ્તારમાં ઉત્પાદનમાં વધારો કરવો પડશે.અને સાથે સાથે ખેતીમાં થતો બિનજરૂરી ખર્ચ બંધ કરવો પડશે. જો ખેડૂત સારી ગુણવત્તાવાળો પાક ઊભો થશે તો તે ના બજાર ભાવ પણ સારા મળશે. આવા સમયે ખેડૂતો એ સંશોધન આધારિત ખેતી પદ્ધતિ નો ઉપયોગ કરવો જોઈએ.

અમુક ખેડૂતો સતત એક ના એક પાકની વાવણી કરે છે. તે ખેડૂતોએ આ પાકની વાવણી એકદમથી જ બંધ કરી દેવી જોઈએ. કેમ કે સતત એક નાયક પાકની વાવણી થી જમીન ફળદ્રુપ રહેતી નથી. તેથી, એક વર્ષ કઠોળ અને એક વર્ષે અનાજનું વાવેતર કરવું.આમ કરવાથી જમીન ખૂબ જ ફળદ્રુપ થાય છે અને પાકની ગુણવત્તામાં પણ વધારો થાય છે.

ખેડૂત એ કેવી ખેત પદ્ધતિ અપનાવવી જોઈએ. ?
વિસ્તારનું હવામાન, જમીન, ખેડૂતની સ્થિતિ, બજાર વ્યવસ્થા, કૃષિ સામગ્રી, મજૂર તથા મશીનરીની ઉપલબ્ધતા વગેરે પદ્ધતિ અપનાવવી જોઈએ.ખેડૂતોએ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે નફો તો થાય જ છે પણ જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે કે નહીં.

જો જમીનની ફળદ્રુપતા જળવાઇ રહેતી ન હોય તો તેને પાકોની ફેરબદલી કરવી જોઈએ. અથવા તો તેને ટૂંકાગાળાના આંતરિક પાકો વાવવા જોઇએ.