કીર્તિદાન ગઢવીએ શરુ કર્યો 100 કરોડનો ‘લાડકી’ પ્રોજેક્ટ, સેકંડો ગરીબ દીકરીઓને મળશે સહાય

135
Published on: 12:55 pm, Mon, 6 December 21

ગુજરાતીઓના જાણીતા લોકસંગીતકાર એવા લોકગાયક કીર્તિદાન ગઢવી છેલ્લા અઢી મહિનાથી અમેરિકાના પ્રવાસે હતા. જ્યાં અમેરિકામાં વસતા ગુજરાતીઓએ કોરોના મહામારીની વ્યથા ભૂલી કિર્તીદાન પર ડોલરનો વરસાદ પણ કર્યો હતો, કીર્તિદાન ગઢવી એન્ડ ટીમ દ્વારા દોઢ મહિના સુધી શિકાગો, ડલ્લાસ, એટલાન્ટા, હ્યુસ્ટન, ન્યુજર્સી સહિત કેટલાક શહેરોમાં લોકોને ગરબાનું આયોજન કરાયું હતું. અમેરિકામાંથી ભારત પરત ફર્યા બાદ સોમવારે રાજકોટમાં શહેરના અગ્રણી લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી અનુસાર, અમેરિકામાં કિર્તીદાન ગઢવીએ બે મહિનામાં 33 જેટલા શો કર્યા છે. તે દરમિયાન કિર્તીદાન ગઢવીએ ગુજરાતની ગરીબ તેમજ જરૂરિયાતમંદ કન્યા માટે લાડકી ફાઉન્ડેશન બનાવી એક અનોખી પહેલ ઉભી કરી છે. કિર્તીદાન ગઢવી 100 કરોડના લાડકી પ્રોજેક્ટ થકી ગુજરાતની જરૂરિયાતમંદ બાળકીઓની મદદ કરશે.

કિર્તીદાન ગઢવીએ ગરીબ દીકરીઓના ઉછેર અને અભ્યાસ માટે તેમણે ‘લાડકી’ ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે. શરૂઆતમાં જ તેમના આ ટ્રસ્ટમાં સેકંડો લોકો દ્વારા કરોડો રૂપિયાનું અનુદાન ભેગું થઇ ગયું છે. કિર્તીદાન ગઢવી દ્વારા તૈયાર કરાવેલ ‘લાડકી ફાઉન્ડેશન’ લોકસેવા અને સમાજસેવાના માધ્યમથી તેઓ ગરીબ લોકો અને જરૂરિયાતમંદ બાળકીઓને સહાય કરે છે.

‘વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ’ નું સર્ટિફિકેટ આપીને કિર્તીદાન ગઢવીનું સન્માન થયું હતું. સાથોસાથ અમેરિકાની વર્લ્ડ ટેલેન્ટેડ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવામાં આવ્યા હતા. અમેરિકાના ન્યુજર્સી ખાતે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર એન્ડ CEO મિહિર બ્રહ્મભટ્ટ દ્વારા પણ કિર્તીદાન ગઢવીનું સન્માન કરવામાં આવ્યું હતું.

અમેરિકાની ધરતી પર ફક્ત બે જ મહિનામાં 33થી વધુ સ્ટેજ શો કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર બનતા કીર્તિદાન ગઢવીનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. જયારે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અમેરિકા ઘણાં અલગ-અલગ ક્ષેત્રે કામ કરી રહી છે. જયારે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન અનેક કેટેગરીનો સમાવેશ થાય છે. જેમકે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટ ગ્લોબલ આઇકોન, ઇન્સ્પાયરિંગ હ્યુમન તેમજ પ્રોડક્ટ લોન્ચ જેવી અનેક રીતે સનમાનિત કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…