જામનગરમાં કીર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરનાં લોકડાયરામાં થયો ટોપલામોઢે રૂપિયા, ડોલર અને પાઉન્ડનો વરસાદ

348
Published on: 1:45 pm, Mon, 9 May 22

રાજકોટ, સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના લોકલાડીલા અને જગવિખ્યાત લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરનાં લોકડાયરાઓ તમે સાંભળ્યા જ હશે. આ કલાકારોના લોકડાયરામાં ખુબ જ મોટી રમઝટ જમે છે. તમે જાણતા જ હશો કે લોકડાયરામાં જાણે રૂપિયાનો વરસાદ થતો હોય છે.

જામનગરમાં પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ત્યાં ભાગવત સપ્તાહમાં મુખ્યમંત્રી સહિત તમામ પક્ષના નેતા-ધારાસભ્યોની ઉપસ્થિતિથી એક સપ્તાહ સુધી ચાલેલી રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે આ ભાગવત સપ્તાહ સંપન્ન થઈ હતી.

જેની ગઈ રાતે યોજાયેલા ડાયરામાં રૂપિયા, ડોલર અને પાઉન્ડનો વરસાદ વરસ્યો હોય તેમ કલાકારો, યજમાનને વધાવવામાં આવ્યા હતા. યજમાન પરિવાર દ્વારા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ સહિત ભાજપ-કોંગ્રેસ, એનસીપીના આગેવાનોનું સન્માન કરાયું હતું.

છેલ્લા 7 દિવસ દરમિયાન મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલ વગેરેની ઉપસ્થિતિના કારણે રાજકીય ચર્ચાઓ ચાલતી રહી હતી. લોકગાયક કિર્તીદાન ગઢવી અને માયાભાઈ આહીરના લોકડાયરામાં મોડી રાત સુધી નોટો ઉડતી રહી હતી. NCBના કાંધલ જાડેજાએ યજમાન ભાજપના પૂર્વમંત્રી ઉપર નોટો વરસાવી હતી.

હાથમાં વિદેશી નોટો સાથે કલાકારો પણ જૂસ્સામાં આવી ગયા હતા. શનિવારની રાત્રે લોકડાયરામાં મોડી રાત સુધી રંગત જામી હતી. પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા, ગાંધીનગર રેન્જ આઈ.જી. અભયસિંહ ચૂડાસમા, રાજકોટ રેન્જ આઈ.જી.સંદીપસિંઘ, જામનગરના જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ઉપસ્થિત રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…