ભારતમાં ધડાધડ વેચાતું બાળકોનું મનપસંદ Kinder Joy અમેરિકામાં કેમ બેન છે?

99
Published on: 10:30 am, Sun, 28 November 21

હાલના સમયમાં બાળકોને સૌથી મનપસંદ વસ્તુ હોય તો, એ છે ‘kinder joy’. કિન્ડર જોય એક પ્રકારની ચોકલેટ છે જેમાં ક્રીમ અને બિસ્કીટથી એક ચોકલેટ તૈયાર કરવામાં આવી છે. જેનો આકાર ઈંડા જેવો દેખાય છે. ભારતમાં kinder joy ખુબ જ પ્રખ્યાત માનવામાં આવે છે અને દેશમાં સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે ત્યારે વિશ્વની મહાસત્તા અમેરિકામાં કિન્ડર જોય સંપૂર્ણપણે બેન કરી દેવામાં આવ્યું છે.

કિન્ડર જોય બાળકોનું મનપસંદ એટલે છે કે ચોકલેટની સાથે આ પેકેટમાં રમકડાઓ પણ મળે છે. જેના કારણે વધુમાં વધુ બાળકો કિન્ડરજોય ખરીદવાની જીદ કરે છે. અમેરિકામાં કિન્ડર જોય બેન કરવાનું કારણ એ છે કે, ઘણા લોકો એવું માને છે કે kinder joy સાથે આવતા નાના નાના રમકડા જો બાળકો ગળી જાય તો ઘણી મુશ્કેલીઓ સર્જાય છે. બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખીને અહીંના લોકો નાની નાની વાતો ધ્યાનમાં લઈ રહ્યા છે અને આ જ કારણે અમેરિકામાં આવી ચીજ વસ્તુઓને સંપૂર્ણપણે બેન કરી દીધી છે.

પરંતુ બીજી બાજુ ભારતની વાત કરીએ તો, અહીંયા પરિસ્થિતિ જુદી છે. ભારતમાં kinder joyનું સૌથી વધુ વેચાણ થઈ રહ્યું છે. બસ આટલું જ નહીં પરંતુ વાલીઓ પણ પોતાના બાળકોને હોશે હોશે કિન્ડર જોય અપાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર કિન્ડર જોય એક ઇટાલિયન બ્રાન્ડ દ્વારા બનાવવામાં આવ્યું છે. ખરેખર તેનું નામ કિન્ડર સરપ્રાઈઝ છે. કિન્ડરજોયના નામે પ્રખ્યાત ચોકલેટ કેન્ડી ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે.

‘ડ્રગ એન્ડ કોસ્મેટિક’ અને ‘ફેડરલ ફૂડ’ એક્ટ હેઠળ અમેરિકામાં આવી વસ્તુ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર કિન્ડર જોય જ નહીં પરંતુ દરેક ફૂડ સાથે નાના રમકડા આપતી આવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે કિન્ડર જોયએ પોતાના નિયમ બદલીને મેં 2017માં અમેરિકામાં વેચાણ કરવા માટે રમકડા અલગ કરી નાખ્યા હતા અને બંનેનો અલગ-અલગ વેચાણ શરૂ કર્યું હતું.

બાળકોને આકર્ષવા માટે કિન્ડર જોયની આ સૌથી મોટી જાહેરાત છે, કે બાળકોને રમકડાની સાથે ચોકલેટ મળે અને બાળકોની જીદને કારણે તેમનું વધુમાં વધુ વેચાણ થાય. તમને જણાવી દઈએ કે વર્ષ 2013માં ચીલી નામના દેશમાં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો જેમાં આવી દરેક જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…