આ જગ્યાએ ખેડૂત ખેતરમાં હાંકતો હતો હળ અને મળ્યું 5 કિલો સોનું-ચાંદી, જાણો તેણે શું કર્યું

Published on: 6:11 pm, Sat, 15 May 21

મનોજ કુમારની ઉપકાર ફિલ્મ તમે જોઇ જ હશે તેનું પ્રખ્યાત ગીત હતું, મેરે દેશ કી ધરતી સોના ઉગલે.. આવા જ કંઈક દ્રશ્ય આ ગામમાં સર્જાયા જ્યારે એક ખેડૂત ઉજ્જડ જમીનની ખેતી કરવા માટે જમીન ખોદી રહ્યો હતો. આ દરમિયાન પાંચ કિલો સોનું મળ્યું. જાણવા મળ્યું છે કે, એક ખેડૂત તેની ઉજ્જડ જમીન સરખી કરતો હતો. તેણે થોડા દિવસો પહેલા જ 11 એકર ઉજ્જડ જમીન ખરીદી હતી અને તેને સમતલ કરી રહ્યો હતો.

જ્યારે તે જમીનને સમતલ કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે કુદાલ ઘડા સાથે ટકરાયો. ત્યાં ખોદકામ કર્યા પછી, ખેડૂતને આશરે પાંચ કિલોગ્રામ સોનાનો ખજાનો મળ્યો. જાણવા મળ્યું છે કે, બજારમાં તેની કિંમત આશરે 2 કરોડ છે.

આ ખજાનો મળી આવવાની વાત બધે ફેલાઈ ગઈ હતી અને લોકો તેને જોવા માટે દૂર-દૂરથી આવવા લાગ્યા હતા. આ સાથે વહીવટ અને પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ખજાનો કાકતીય વંશનો છે. કાકતીય રાજાઓનું શહેર વારંગલમાં હતું અને આ તે જ જગ્યા છે.

તમને જણાવી દઈએ કે, ખજાનાવાળા કળશમાં 22 કુંડળ, 51 હાર, સોના અને ચાંદીના પાયલ, પાંચ સોનાની ચેન, ઘણી વીંટીઓ અને હીરાની રૂબીઓ મળી આવી છે. તે બધા તાંબાના એક કળશમાં મુકવામાં આવ્યા હતા. ખેડૂતે આ બધો ખજાનો વહીવટી ક્ષેત્રને સોંપી દીધો છે. જણાવી દઈએ કે, આ ખજાનો તેલંગાના ના એક ગામમાંથી મળી આવ્યો છે.