
જ્યારે કોઈના નસીબનો તારો ચમકવાનો હોય છે, ત્યારે કોઈ તેને રોકી શકે નહીં. આ કહેવત મધ્યપ્રદેશના પન્ના જિલ્લાના ગરીબ ખેડૂત માટે એકદમ સાચી સાબિત થઈ છે. હકીકતમાં મધ્યપ્રદેશથી એક સમાચાર સામે આવ્યા છે. અહીં એક ગરીબ ખેડૂતનું ભાગ્ય રાતોરાત બદલાઈ ગયું અને તે લાખોપતિ બની ગયો. જેણે પણ આ વાત સાંભળી, તે સ્તબ્ધ થઈ ગયા. આ ખેડૂતનું નામ લખન યાદવ છે, જે ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ આ ગરીબ ખેડૂતનું ભાગ્ય અચાનક એવી રીતે બદલાઈ ગયું કે દરેકને સપનું લાગે છે.
ગયા વર્ષે જ, 45 વર્ષિય લખન યાદવે 200 રૂપિયામાં લીઝ પર 10 × 10 પેચ જમીન લીધી હતી. જ્યારે ખેડૂતે જમીન ખોદવાનું શરૂ કર્યું, તે દરમિયાન ખેડૂત એક ચમકતો ‘કાંકરો’ જોયો. ખેડૂતને લાગ્યું કે તે સામાન્ય કાંકરો નથી લાગતો, તેથી ખેડૂતે તેની તપાસ કરાવવી તે યોગ્ય માન્યું.
જ્યારે તે કાંકરાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે 14.98 કેરેટનો હીરા છે. આ પછી ગરીબ ખેડૂતનું ભાગ્ય બદલાઈ ગયું અને તેની વાર્તા આખા વિસ્તારમાં ફેલાઈ ગઈ.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આ હીરાની હરાજી 60.6 લાખ રૂપિયામાં થઇ છે. લખન યાદવ કહે છે કે મારું જીવન બદલાઈ ગયું છે. જ્યારે મને આ હીરો મળ્યો ત્યારે હું તે ક્ષણને ક્યારેય ભૂલીશ નહીં. મેં આ પૈસાથી શું કરીશ તેવું મેં વિચાર્યું નથી, પરંતુ અત્યારે હું આ પૈસાથી 4 બાળકોને સારી રીતે શિક્ષિત બનાવીશ.
નોંધનીય છે કે મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં ખેડૂતને હીરા મળ્યો હોય ત્યારે આવો પહેલો કિસ્સો નથી. ચાલો તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા ખેડુતોને ખોદકામ દરમિયાન હીરા મળી આવ્યા છે. તેમની કુલ કિંમત 1 કરોડથી વધુ રહી છે.