આણંદ માતાજીના દર્શને જતા પરિવારને નડ્યો ગંભીર અકસ્માત- એક જ પરિવારના ચાર લોકો બન્યા મોતનો કોળિયો

150
Published on: 4:38 pm, Wed, 20 October 21

માર્ગ અક્સમાંતની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. આજે વહેલી સવારમાં જ ભયંકર અકસ્માત સર્જાયો છે. નડિયાદમાં આવેલ મહુધા રોડ પર મંગળપુર પાટીયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો કે, જેમાં એકસાથે 4 લોકોના મોત નિપજ્યા છે.

આની સાથે જ આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. પરિવાર આણંદમાં આવેલ મલાતજમાં માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યો હતો આ સમયે ઈકો કાર પલ્ટી મારી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનાને વિગતે જોઈએ તો, મહીસાગરમાં આવેલ સંતરામપુરના રહેવાસી ભોઈ પરિવારના સભ્યો મહીસાગરમાં આવેલ સંતરામપુરથી આણંદ જિલ્લામાં આવેલ મલાતજ ગામ માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે આ દર્દનાક ઘટના બની હતી.

મંગળપુર પાટીયા નજીક સામેથી આવતું કન્ટેનર ઈકો કારને અથડાયુ હતું કે, જેમાં તેમની ઇકો કાર પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કારમાં 6 લોકો સવાર હતા કે, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે, જ્યારે ત્રણ લોકોનાં સારવાર દરમિયાન મોત થયા છે. ખુબ ગંભીર રૂપે ઘાયલ એક વ્યક્તિ સારવાર માટે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પણ તેમનું મોત નિપજ્યું છે.

મૃત્યુ પામનાર વ્યક્તિઓમાં સુરેશ અંબાલાલ, રાજુભાઈ શનાભાઈ ભોઈ, સંજુભાઈ બારૈયા, સંજયભાઈ દિલીપભાઈ ભોઈ એમ મળીને આ 4 વ્યક્તિઓ સામેલ છે. જયારે ઇજાગ્રસ્ત વ્યક્તિમાં જીતુભાઈ ભુલાભાઈ ભોઈ તથા આકાશ ડબગર સામેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…