ભારે મેઘવર્ષા બાદ ખજુરભાઈ પહોચ્યા સૌરાષ્ટ્રની વ્હારે- નિસ્વાર્થ ભાવે લોકોની મદદે પહોચ્યા…

Published on: 10:54 am, Fri, 24 September 21

ગુજરાતના સોનું સુદ એવા નીતિન જાની ઉર્ફે ખાજુરભાઈ છેલ્લા ઘણા મહિનાઓથી તાઉતે વાવાઝોડામાં ઘણા લોકોનાં ઘર પડી ગયા હતા. તેમજ અનેક લોકોના ઘરના છાપરા પણ ઉડી ગયા હતા. તે લોકોને ખાજુરભાઈએ તેમને નવા ઘર બનાવી આપીને તેમની મદદ કરવા માટે આગળ આવ્યા હતા. તેઓ ફક્ત સૌરાષ્ટ્રની સ્થિતિ જોવા માટે ગયા હતા, અને ત્યાં લોકોની સ્થિતિ જોઈને ખજુરભાઈએ તેમને નવા ઘર બનાવી આપવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેનું કામ પણ તાત્કાલિક સ્તરે શરુ કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, હાલમાં ફરી એક વખતે જામનગર અને રાજકોટની આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામડાઓ અને બીજા કેટલાક વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. આ દરમિયાન પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા છે, પાણી આવવાથી લોકોના ઘરનો સમાન પાણીમાં ડૂબી રહ્યો છે. તેમજ તેમનું ખાવાનું, કરિયાણું અને અનાજ પણ પાણીમાં ડૂબી ગયું છે.

ખજુરભાઈને જયારે આ સ્થિતિ વિષે જાણ થઇ ત્યારે તેઓ તાત્કાલિક આ લોકોની સ્થિતિની ખબર પૂછવા ગયા હતા. ત્યાંની હાલત જોઈને તેમને કેટલાક વિસ્તારોના લિસ્ટ બનાવ્યા હતા અને તે બધા જ જરૂરિયાતવાળા વિસ્તારમાં જઈને ત્યાંની સ્થિતિ જોઈને તેમને તાત્કાલિક આ બધા લોકોને પાણી અને કરિયાણાની કીટ બનાવીને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઘણા બધા ગામોમાં ખજુરભાઈએ ઘરે ઘરે જઈને અનેક ગામોમાં પાણીની બોટલ અને કરિયાણું જે એક મહિનાથી પણ વધારે ચાલે તેટલું વિતરણ કર્યું છે. વાસ્તવમાં ખજુરભાઈ નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરવા માટે અવારનવાર સામે આવ્યા હોય છે. તેઓ તેમનાથી થાય એટલી તમામ મહેનત કરી રહ્યા છે. આ વાવાઝોડામાં ઘણા લોકોને વરસાદનું પૂર આવવાથી લોકોના ઘર પણ તણાઈ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…