રાજુલામાં એકલા રહેતા વૃદ્ધ દાદીમાને વ્હારે આવ્યા ખજુરભાઈ – વિડીયો જોઇને બોલશો વાહ ભૂદેવ વાહ

526
Published on: 11:54 am, Sat, 23 April 22

આપણે સૌ જાણીએ છીએ કે આપણા પ્રિય ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતાની મહેકાવી છે. ખજુરભાઈએ અત્યાર સુધી કરોડો રૂપિયા ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ માટે વાપર્યા છે. સૌરાષ્ટ્રની ધરતી પર જે સમયે વાવાઝોડું આવ્યું હતું તે સમયે પણ ખજુરભાઈ ત્યાંના લોકોની હાલત જાણવા ત્યાં પહોંચ્યા હતા.

ત્યાં ખજુરભાઈએ જે લોકોના વાવાઝોડાના કારણે ઘર પડી ગયા હતા તે દરેક લોકોને નવા ઘર બનાવી આપ્યા હતા. ખજુરભાઈએ કોમેડી મેનની સાથે સાથે આજે સમાજ સેવા માટે પણ ખુબ પ્રખ્યાત બન્યા છે. ખજુરભાઈ હાલમાં રાજુલા તાલુકાના જૂની કાતર ગામમાં એક માજીની મદદ કરવા માટે નીકળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ ગામમાં એક માજી રહેતા હતા, આ માજીને છેલ્લા ઘણા સમયથી ઘણી મુશ્કેલી ભોગવવી પડતી હતી. આ માજી તેમના ઘરમાં એકલા જ રહે છે તેથી માજીના ઘરની હાલત ખુબ જ ખરાબ છે. આ માજીના ઘરે લાઈટ અને પંખાની પણ વ્યવસ્થા નથી, તેથી ખજુરભાઈ હાલમાં આ માજીની પરિસ્થિતિ જાણવા માટે તેમની ટિમ સાથે નીકળ્યા હતા.

જાણવા મળ્યું છે કે, ખજુરભાઈએ માજીની બધી સમસ્યાઓ જાણીને ખજુરભાઈએ માજીનું નવું ઘર બનાવી આપવાનું નક્કી કર્યું અને છેલ્લા પાંચ મહિનાથી પાણી નથી આવતું તો ખજુરભાઈએ તેની પણ વ્યવસ્થા કરી આપી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…