રસ્તા પર પપૈયા વેચતા માડીની મદદે પહોચ્યા ખજુરભાઈ- 400 રૂપિયાનો માલ 10,000માં ખરીદતા ખુશીથી રડી પડ્યા

485
Published on: 4:00 pm, Thu, 23 December 21

આજકાલ સોશિયલ મીડિયા પર ખજૂર ભાઈ ખુબ જ ચર્ચામાં છે. ખજુરભાઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પોતાનાથી થતી બધી મદદ કરે છે. આજે ફરીવાર ખજૂર ભાઈનો એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમે પણ તેમની પ્રસંશા કરશો.

ખજૂર ભાઈ રસ્તામાં જઈ રહ્યા હતા. ત્યાં તેમને એક વૃદ્ધ મહિલા રસ્તા પર પપૈયા વેંચતા જોયા. વૃદ્ધ મહિલાને જોતા જ ખજૂર ભાઈએ પોતાની ગાડી રોકી દીધી અને તેમની મદદ કરવા માટે તેમની પાસે પહોંચી ગયા.

ખજૂરભાઈ પહેલા તો તે મહિલા સાથે વાત કરવા લાગ્યા અને એક કિલો પપૈયું લેવાનું કહ્યું. આ દરમિયાન, પહેલા તો ભાવ ઓછો કરાવ્યો. મહિલાએ પણ બોની નહતી થઇ તો તેને પણ ભાવ ઓછો કરી દીધો અને તેમને ફક્ત 30 રૂપિયામાં પપૈયું આપવા માટે તૈયાર થઇ ગયા.

પછી ખજૂર ભાઈએ તે મહિલાને કહ્યું કે, મારે આ બધા પપૈયા લેવા છે. એના કેટલા રૂપિયા થશે તો મહિલાએ કહ્યું કે આ બધા ૫૦૦ રૂપિયાના છે. તમને હું 400 રૂપિયામાં આપી દઉં. ખજૂર ભાઈએ બધા પપૈયા લીધા અને ખજૂર ભાઈએ આ મહિલાને 400 રૂપિયાની જગ્યાએ 10,000 રૂપિયા આપ્યા.

પહેલા તો મહિલાએ આટલા રૂપિયા લેવાની ના પડી કે આ બહુ જ વધારે છે. પછી ખજૂર ભાઈએ તેમને કહ્યું કે, આ તમારી મહેનતના જ છે માટે તમે લઇ લો. મહિલા આટલી મદદ મળતાની સાથે ખુબ જ ખુશ થઇ ગયા અને તેમની આંખોમાંથી આંસુ આવી ગયા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…