અંધ અને વૃદ્ધ માજીની મદદે આવ્યા ખજુરભાઈ: આખું ચોમાસું બહાર ફળિયામાં બેસીને કાઢતા માજીને બનાવી આપ્યું ઘર

219
Published on: 1:22 pm, Tue, 21 June 22

ખજુરભાઈને આપણે બધા ઓળખીએ જ છીએ. હાસ્યકલાકાર હોવા ઉપરાંત, ખજુરભાઈ આજે તેમની સામાજિક સેવા માટે જાણીતા છે. અત્યાર સુધી ખજુરભાઈ પોતાના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખર્ચીને ગરીબ અને નિરાધાર લોકોની મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું હતું. તે સમયે ખજુરભાઈ પણ ત્યાંના લોકોની હાલત જાણવા ત્યાં પહોંચ્યા હતા.

ત્યાં જઈને ત્યાંના લોકો વિષે જાણીને ખજુરભાઈએ ત્યાં જ રોકાઈ જવાનું નક્કી કર્યું હતું. ત્યાં રોકાઈને ખજુરભાઈએ જે લોકોના ઘર પડી ગયા હતા તે લોકોને રહેવા માટે નવા ઘર બનાવી આપ્યા હતા. હાલમાં ખજુરભાઈએ જે મહિલાને નવું ઘર બનાવી આપ્યું હતું તે તૈયાર થઇ ગયું હતું એટલે ખજુરભાઈ ત્યાં પૂજા કરવા માટે તેમની ટિમ સાથે પહોંચી ગયા હતા.

આ ઉપરાંત, નવા ઘરનું ઓપનિંગ કરીને ખજુરભાઈ સાંકડાસર બેમાં રહેતા એક વૃદ્ધ માજીની મદદે આવ્યા હતા. આ વૃદ્ધ માજીનું નામ અંજુબેન ગોવિંદભાઇ મકવાણા હતું. આ વૃદ્ધ માજી અંધ હતા એટલે તે કઈ જોઈ શકતા ન હતા. અંજુબેન ઘણા સમયથી ખુબ હેરાન થાય છે અને ઘરમાંથી ઈંટો અને નડિયા પણ પડે છે. જેથી ગયા વર્ષે તો આ માજીએ આખું ચોમાસુ ઘરની બહાર ફળીયામાં બેસીને પસાર કર્યું હતું.

આથી ખજુરભાઈએ આ વૃદ્ધા માટે નવું ઘર બનાવવાનું નક્કી કર્યું અને વૃદ્ધની જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ લાવવા કહ્યું. અત્યાર સુધી ખજુરભાઈએ ઘણા ગરીબ અને નિરાધાર લોકોને મદદ કરીને માનવતા મહેકવી છે. તેથી જ બધા ખજુરભાઈને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે અને ખજુરભાઈ ગરીબો અને નિરાધારોને મદદ કરવા દેવદૂત બનીને આગળ આવ્યા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…