ચાલુ વરસાદમાં પણ ખજુર ભાઈએ આ અપંગદંપતીને નવું ઘર બનાવી આપ્યું- વિડીયો જોઇને આંસુ સરી પડશે

Published on: 11:42 am, Tue, 17 August 21

સોસિયલ મીડિયા પર હીટ વિડીયો આપનાર ખજુરભાઈ એટલે કે, નીતિન જાનીને કોણ ન ઓળખતું હોય ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. થોડા મહિના અગાઉ શરુ કરેલ ઘર બનાવો મુહિમ શરુ કરી હતી તેમજ તેમાં જે લોકોના ઘર આ વાવાઝોડામાં પડી ગયા હતા.

જેનાથી ફરીવખત ઘર બનાવી શકે તેટલા પૈસા નથી એવા લોકોની મદદ કરીને એક દાતારીનું કામ હાલમાં ખજુરભાઈ કરી રહ્યા છે. હાલમાં ખજુરભાઈ લોકોના લાડીલા બની ગયા છે, કારણ કે, અનેક ગરીબ લોકોની માટે મસીહા બનીને મદદ કરી રહ્યા છે.

ખજુરભાઈએ હાલમાં એક અપંગ દંપતી કે, જેઓ કઈ જ કામ નથી કરી શકતા, તેમના દાદાએ બનાવેલ ઘર વાવાઝોડામાં પડી ગયું હતું. આ સાવરકુંડલામાં આવેલ મેરિયાણા ગામમાં રહે છે તેમજ આ વખતે આ દંપતીના આ ઘર પડી જવાના સમાચાર મળતાની સાથે જ ખજુરભાઈ પોતાની સાથે પહોંચીને આ દંપતીની મદદ કરવા માટે પહોચી ગયા હતા.

ખજુરભાઈએ ત્યાં જઈને તેમની સાથે વાતચીત કરીને આ પરિવારમાં પતિ-પત્ની, 2 દીકરીઓ તથા એક દીકરો છે કે, જેમાં આખા ઘરનું ગુજરાન મોટી દીકરી છૂટક મજૂરી કરીને ચલાવે છે. આ બધું સાંભળ્યા બાદ તરત જ ખજુરભાઈએ નિર્ણય લઈને ઘરનો તમામ સામાન ઘરની બહાર કાઢીને JCB બોલાવીને ઘર પડાવીને નવું ઘર બનાવવાનું શરુ કર્યું હતું.