અતિભારે વરસાદ ખાબકતા ખોરવાયું જનજીવન, એકસાથે મળ્યા આટલા મૃતદેહ- જુઓ તબાહીના ભયંકર દ્રશ્યો

358
Published on: 1:12 pm, Sun, 17 October 21

સામે આવી રહેલ જાણકારી પ્રમાણે કોટ્ટાયમમાંથી એક-બે નહીં પણ 6 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે 4 હજુ પણ ગુમ રહેલા છે. કેરળમાં આકાશ આફતથી તારાજી સર્જાઈ હોવાથી કેટલાય લોકો બેઘર થયા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર વિસ્તાર કેરળ કિનારે પહોંચી ગયો છે કે, જેને લીધે દક્ષિણ તથા મધ્ય કેરળમાં ભારે વરસાદ થયો છે.

એકસાથે પાંચ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કરાયું:
કેરળમાં અતિભારે વરસાદનેલીધે કેટલાક વિસ્તારોમાં રેડ તથા ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના 5 જેટલા જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં લેતા હવામાન વિભાગના અધિકારીઓ દ્વારા રેડ એલર્ટ જારી કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પદનમટિટ્ટા, એર્નાકુલમ, કોટ્ટાયમ, ઇડુક્કી, ત્રિશૂરમાં રેડ એલર્ટ જારી કરાયું છે.

આ રેડ એલર્ટ આગામી 2 દિવસ માટે જારી કરવામાં આવ્યું છે. આની સાથે જ વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં તો ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જિલ્લાઓ ત્રિવેન્દ્રમ, કોલ્લમ, અલ્પુલા, પલક્કડ, મલપ્પુરમ, કોલિકોડ તથા વાયનાડ છે કે, જેના પર ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે કેરળમાં ભારે વરસાદની આગાહી કરી:
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલમાં જયારે મેઘરાજાએ વિદાય લઈ લીધી છે પરંતુ દક્ષિણનાં રાજ્ય કેરળમાં હજુ પણ જળતાંડવ જોવા મળી રહ્યું છે. આજે પણ કેરળના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદને લીધે વાહનો તણાઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. અતિભારે વરસાદને લીધે જનતા પરેશાન છે ત્યારે હજુ પણ આ વરસાદ વધે તેવી આગાહી કરાઈ છે.

મુખ્યમંત્રીએ પણ લોકોને સાવધ રહેવાની કરી અપીલ:
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા અલર્ટ પછી મુખ્યમંત્રી પણ એક્શન મોડમાં આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા પણ ચેતવણી પત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રીએ લોકોને સાવધાન રહેવા તેમજ પર્વતો તથા નદીઓની પાસે ન જવા માટેની અપીલ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…