ઘરમાં તુલસીના છોડ સાથે આ છોડ રાખવાથી ખુલશે માં લક્ષ્મીના દ્વાર, ક્યારેય ખાલી નહિ થાય ઘરની તિજોરી 

Published on: 5:32 pm, Fri, 22 July 22

ઘરમાં તુલસી અને મની પ્લાન્ટ લગાવવાનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે જો તેને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે વ્યક્તિને ધનવાન બનાવે છે. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. તેમજ મા લક્ષ્મીનું આગમન થાય છે. તેમને રાખવા વિશે વાસ્તુમાં સાચી દિશા અને કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો તેને અનુસરીને ઘરમાં લગાવવામાં આવે તો તે શુભ અને ફળદાયી સાબિત થાય છે. તુલસી અને મની પ્લાન્ટ સિવાય કેટલાક છોડ લગાવવાથી પણ માતા લક્ષ્મીની કૃપા મળે છે.

શમીનો છોડ: વાસ્તુશાસ્ત્ર અનુસાર શમીનો છોડ ઘરમાં લગાવવાથી વિશેષ લાભ થાય છે. શમીનો છોડ શુભ માનવામાં આવે છે. શમીનો છોડ શનિદેવને ખૂબ જ પ્રિય છે. તેથી શમીના છોડને ઘરમાં યોગ્ય દિશામાં લગાવવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. જો તમે તેને છત પર મૂકી રહ્યા છો, તો તેને દક્ષિણ દિશામાં રાખવું જોઈએ. જો અહીં સૂર્યપ્રકાશ ઉપલબ્ધ ન હોય તો તેને પૂર્વ દિશામાં અથવા તો ઈશાન દિશામાં પણ રાખી શકાય છે.

આ સિવાય ઘરમાં કેતકી, ચંપા અને કેળાનો છોડ પણ શુભ માનવામાં આવે છે. આ છોડ લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. તેની સાથે જ મા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં કૃપા વરસાવે છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા આવતી નથી અને ખુશીઓ રહે છે. હિન્દુ ધર્મ અનુસાર કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ છે. આ અને તુલસીનો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં ભગવાન લક્ષ્મી-નારાયણની કૃપા બની રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…