ઠંડીની ઋતુમા બાળકોને રોગમુક્ત રાખવા અવશ્યપણે અપનાવો આ દેશી આયુર્વેદિક ઉપાય

112
Published on: 3:21 pm, Fri, 22 October 21

હાલમાં ધીરે-ધીરે ગુલાબી ઠંડીનાં ચમકારામાં વધારો થવા જઈ રહ્યો છે ત્યારે આપને જણાવી દઈએ કે, આ ઋતુ એક માત્ર એવી ઋતુ છે કે, જેમાં બાળકોના સ્વાસ્થ્ય વિશે સૌથી વધારે સાવચેતી રાખવી પડતી હોય છે. એનું મુખ્ય કારણ છે કે, આ ઋતુમાં તાપમાન નીચુ રહેવાને લીધે જીવનશૈલીમા કેટલાક બદલાવ કરવા પડેતા હોય છે કે, જેથી સ્વાસ્થ્ય સ્વસ્થ તથા તંદુરસ્ત રહે.

બાળકોની ત્વચા પુખ્ત વયના લોકો કરતા વધારે નાજુક હોય છે કે ,જેથી શિયાળાની ઋતુમા તેની વિશેષ કાળજી રાખવી પડતી હોય છે. આજે અમે આપને આ લેખમા અમુક એવા દેશી તેમજ ઘરેલુ નુસખાઓ અંગે જણાવીશુ કે, જેને ઠંડીની ઋતુમા બાળકોના સ્વાસ્થ્યને નિરોગી રાખે.

આદુ :
ઠંડીમા શરદી-ઉધરસની સમસ્યાને દૂર કરવા માટે આદુ ખુબ જ લાભદાયક છે. વૈજ્ઞાનિક પુરાવામાં જણાવ્યા પ્રમાણે, આદુનુ સેવન આપણને કફ તેમજ ગળાની સમસ્યામાંથી ખુબ રાહત આપે છે. આની ઉપરાંત તેના નિયમિત સેવન કરવાથી હૃદય સંબંધિત બીમારીઓ સામે પણ રક્ષણ મળતું હોય છે. શરદી-ઉધરસની સમસ્યાને દૂર કરવા આદુનો ઉકાળો બનાવીને તેનુ સેવન કરવું જોઈએ.

મધ :
બાળકોના નિરોગી સ્વાસ્થ્ય માટે મધ ખૂબ જ ફાયદાકારક સાબિત થતું હોય છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે, બાળક 1 વર્ષનો થાય બાદ જ તેને મધ પીવડાવવું જોઈએ. બાળકોને મધ ખવડાવવાથી એમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાતી હોય છે. આની સિવાય જો બાળક ઉધરસથી પીડાતો હોય તો એમને સવાર-સાંજે 1 ચમચી મધ સાથે ખવડાવી જોઈએ.

તુલસી :
તુલસીનું સેવન પણ બાળકોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક મનાય છે. શરદી-ઉધરસથી લઈને કેટલાક ગંભીર રોગોમાં પણ તુલસી એક અસરકારક દવા છે. તુલસીના બીજ તથા પાંદડા સ્વાસ્થ્યના લાભોથી ભરેલા છે. તુલસીના પાનને જીરું સાથે ભેળવીને તેને દિવસમાં 3-4 વાર ચાટતા રહો તો તમારી પાચનક્રિયા મજબૂત રહે છે તેમજ આપને ગેસ, અપચોની સમસ્યા થતી નથી.

પીપલી :
પીપલીનું સેવન બાળકોના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોવાનું મનાય છે. જેનુ નિયમિત સેવન શ્વસન સાથે સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે. આની સાથે જ તે ફેફસાંની પ્રાકૃતિક સફાઈ માટે પણ ખુબ લાભદાયી સાબિત થાય છે. જો તમે આદુ, મધ તથા એક ચપટી પીપળી પાઉડરને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી આપને સ્વાસ્થ્ય સાથે સંબંધિત કેટલાક લાભ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…