જન્મજાતથી ગંભીર બીમારી સામે લડી રહેલ અમદાવાદની આ દીકરી હિંમતભેર કરી રહી છે એવું કાર્ય કે, જાણીને છાતી ફૂલી ઉઠશે

230
Published on: 5:25 pm, Sun, 24 October 21

જો માનો તો હર પળમાં છે ખુશી નહીં તો નર્યું મૃગજળ છે ખુશી..! આ કહેવત તો તમે ઘણીવાર સાંભળી જ હશે ત્યારે હાલમાં આ કહેવતને સાર્થક કરનાર એક દીકરીની કહાની હાલમાં સામે આવી છે. આ કહેવતની પંક્તિ હાલમાં અમદાવાદની કાવ્યાએ સાર્થક કરી બતાવી છે. કારણ કે, ભગવાને તો કાવ્યાને જન્મજાતથી જ ભયંકર બીમારીની ભેટ આપી છે

એમ છતાં આવી બીમારીમાં પણ પોતાની ખુશી શોધીને કાવ્યા આગળ વધવા માંગે છે. દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આવેલ વાસણા વિસ્તારમાં રહેતી 17 વર્ષીય કાવ્યા ગંભીર બીમારીથી પીડિત હોવા છતાં ખુદના દમ પર ઉભી થવા માંગે છે.

આની માટે તે અંધકારના પર્વમાં અજવાળું પાથરવા મહેનત કરી રહી છે. આની સાથોસાથ આત્મનિર્ભર બનવાનો પ્રયાસ કરી રહી છે. તમે પોતે જ જુઓ આ દીકરીના હોંસલાને. એને કલરની પીંછા પકડવામાં પણ તકલીફ પડી રહી છે પણ એમ છતાં દિવાળી માટે અવનવી ડિઝાઈના દીવા તૈયાર કરી રહી છે.

બીમારી કાવ્યાને જન્મજાત છે બીમારી:
કાવ્યાને સેરેબ્રલ પાલ્સી નામની એક ખુબ ગંભીર બીમારી છે તેમજ આ બીમારી તેને જન્મજાતથી જ છે. સેરીબ્રલ પાલ્સીનો આજદિન સુધી કોઈ ઈલાજ અથવા તો દવા શોધાઈ નથી. આ બીમારીમાં શરૂઆતમાં વિકસતા મગજમાં થતી ઈજાના ભાગરૂપે જોવા મળતા અલ્પવિકાસ, શરીરમાં તણાવ અથવા તો કડકપણું તેમજ અનિયંત્રીત શારીરિક સ્થિતિને ઓળખવામાં આવે છે

કાવ્યાનો પરિવાર દરરોજ 500થી વધારે દીવા કરે છે ડિઝાઈન:
પ્રેરણાદાયી વાત તો એ છે કે, કાવ્યા પરિવારની સાથે મળીને દરરોજના 500 જેટલા દિવા ડિઝાઈન કરી રહી છે તેમજ આ ડિઝાઈનિંગ દીવા લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે. કાવ્યાએ ડિઝાઈન કરવાની આ કળા પોતાની સ્કૈલમાં સિખી હતી. કાવ્યાની આ હિંમત લાખો લોકો માટે પ્રેરણારૂપ બની છે.

જો કે, આ કાવ્યાની બીમારીને લઈ સરકાર તથા આપણા વૈજ્ઞાનિકો સંશોધન કરે તેવી તેના માતા-પિતાની માંગ રહેલી છે. એવી આશા રાખીએ છીએ કે, આ બીમારીની પણ વિશ્વના વૈજ્ઞાનિકો દવા શોધશે તેમજ કાવ્યા જેવા લાખો પીડિતો આ બીમારીમાંથી બહાર આવી શકે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…