કેટરીના કૈફ અક્ષય કુમારને રાખડી બાંધવા માગતી હતી પરંતુ…

Published on: 7:26 pm, Sun, 4 July 21

બોલિવૂડમાં આવા કેટલાક કલાકારો અને અભિનેત્રીઓ છે, જેની જોડીને દર્શકો એ ખુબજ પસંદ કરવામાં આવી છે. સોનાક્ષી સિન્હા, શાહિદ કપૂરથી લઈને કેટરિના કૈફ સુધીની, આ યાદીમાં અક્ષય કુમારનો સમાવેશ થાય છે. અક્ષય અને કેટરિનાને પડદા પર સાથે જોવાનું ચાહકોને પસંદ છે. આ જ કારણ છે કે ચાહકો તેમની ફિલ્મ્સની રાહ જોતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટરિના કૈફ અક્ષય કુમારને રાખડી બાંધવા ની ઈચ્છા ધરાવતી હતી.

કેટરિના રાખડી બાંધવા ની ઇચ્છા રાખતી હતી.
2016 માં, કેટરીના કૈફ કરણ જોહરના શો કોફી વિથ કરણ પહોંચી હતી. અહીં વાત કરતી વખતે કેટરીનાએ ચાહકોને એક ચોંકાવનારી વાત જણાવી હતી. અભિનેત્રીએ કહ્યું હતું કે જ્યારે તે તીસ માર ખાન ફિલ્મના પ્રખ્યાત ગીત શીલા કી જવાનીની શૂટિંગ કરી રહી હતી ત્યારે તે ખિલાડી કુમારને રાખડી બાંધવા માંગતી હતી. પરંતુ અક્ષય કુમાર તેના માટે તૈયાર ન હતો.

અક્ષયનો જવાબ શું હતો ?
કેટરિના કૈફે કહ્યું હતું કે તે સમયે હું એક એવી વ્યક્તિની શોધમાં હતી જેનો હું આદર કરું છું અને એક સારો મિત્ર માનું છું. ત્યારે મેં અક્ષયને કહ્યું કે શું હું તમને રાખડી બાંધી શકું? આ સાંભળ્યા પછી અક્ષયે કહ્યું હતું કે કેટરિના તમારે થપ્પડ ખાવી છે? અભિનેત્રીએ આ દરમિયાન કહ્યું હતું કે તે અર્જુન કપૂરને પણ રાખડી બાંધવા માંગતી હતી, પરંતુ અર્જુને પણ કેટરિના કૈફને નકારાત્મક જવાબ આપ્યો હતો.

અક્ષય અને કેટરિનાનું કામ વિષે
અક્ષય કુમાર અને કેટરીના કૈફે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આ બંને સ્ટાર્સે એક સાથે હમકો દીવાના કર ગયે, નમસ્તે લંડન, સિંગ ઇઝ કિંગ, તીસ માર ખાન, દે ધના ધન, વેલકમ જેવી ઘણી ફિલ્મો કરી છે. હવે લગભગ 10 વર્ષ બાદ અક્ષય કેટરીના ફરી એકવાર ફિલ્મ ‘સૂર્યવંશી’ માં જોવા મળશે. કોરોનાને કારણે એક વર્ષથી ફિલ્મની રિલીઝ અટકી છે. આ ફિલ્મ હવે 15 ઓગસ્ટની આસપાસ રિલીઝ થવાની વાત સૂત્રો દ્વારા જાણવા મળી છે.