સાળંગપુર ધામમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને ભવ્ય શાકોત્સવનો અન્નકૂટ- દર્શન કરી અન્ય લોકોને પણ શેર કરો

Published on: 12:40 pm, Sat, 28 January 23

સાળંગપુર કષ્ટભંજન દેવનું મંદિર વિશ્વ વિખ્યાત છે. હનુમાનજીનું આ મંદિર 200 વર્ષથી પણ વધારે જુનું છે. સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા આ મંદિરમાં કષ્ટભંજન દેવ ની મૂર્તિ દ્વારા બનાવવામાં આવી હતી.

વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ.ગુ. બાલકૃષ્ણદાસજી સ્વામી, ગોવિંદપ્રસાદદાસજી સ્વામી, સ.ગુ. દેવપ્રકાશદાસજીસ્વામી (ચેરમેન), ડો.સંતવલ્લભદાસજી સ્વામી વડતાલધામ તથા પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસની પ્રેરણાથી તેમજ કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અંતર્ગત તારીખ 28-01-2023ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ભવ્ય શાકોત્સવનો અન્નકૂટ ધરવામાં આવ્યો છે.

આ ભવ્ય શાકોત્સવ અંતર્ગત વિશેષ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની પાવન ઉપસ્થિતિ રહેશે. આ ભવ્ય શાકોત્સવમાં હાસ્ય કલાકાર હિતેશ અંટાળા તેમજ યુવાનોના પ્રેરણા સ્તોત્ર અને ગરીબોના બેલી એવા નીતિનભાઈ ઉર્ફે ખજુરભાઈ જાની ખાસ હાજર રહેશે.

આ મંદિરમાં દરરોજ હનુમાનજીની મૂર્તિને આરતી અને શણગાર કરવામાં આવે છે. આ મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ગોપાળાનંદએ કરી હતી. દેશભરમાંથી ભાવિક ભક્તો અહીં માથું ટેકવવા અને શ્રીફળ ચડાવવા આવે છે.

સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ 7:00 કલાકે શણગાર આરતી શ્રી કોઠારીસ્વામી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભકતોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. આજરોજ ભવ્ય શાકોત્સવનું આયોજન સાંજે 4 થી 7 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે.

બોટાદ જિલાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દેશ વિદેશથી લોકો આવે છે. કહેવાય છે કે શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ જ્યાં સાળંગપુર મદિર રોજના ખુબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન માટે આવતા હોય છે.

તેમજ હનુમાનજી મદિરે અલગ અલગ તહેવાર કે પછી શનિવાર હોઈ ત્યારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. દાદાની મૂતિ પાસે અલગ અલગ પતંગો ગોઠવામાં આવ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…