પૂજ્ય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા, લાંબા સમયથી બીમાર હતા, અંતિમ દર્શન કરવા અહિયાં ટચ કરો

1191
Published on: 12:00 pm, Mon, 7 February 22

જૂનાગઢના સંત કાશ્મીરી બાપુનું 97માં વર્ષે નિધન થયુ્ં છે, છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે જૂનાગઢ સંત કાશ્મીરી બાપુનો જીવનદીપ બુઝાયો હતો. સંત કાશ્મીરી બાપુના અવસાનથી ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરોશોક વ્યાપી ગયો છે. કાશ્મીરી બાપુનો પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે અને આજે બાપુના દેહને સમાધિ આપવામાં આવશે.

તેઓએ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ત્યારે આજે તેમનો દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. બાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના પાર્થિવ દેહને સ્નાન કરાવવામાં આવ્યું અને ત્યારબાદ બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે તેમના પાર્થિવદેહને સમાધિ અવસ્થામાં બેસાડી કાચની પેટીમાં ભાવિકોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. બાપુના દર્શનાર્થે આવતી ભીડને કાબુમાં લેવા જગ્યા ખાતે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.

ગઈકાલે વહેલી સવારે કાશ્મીરી બાપુ સ્વર્ગવાસ થયા છે. આજે વહેલી સવારે 97 વર્ષની વયે બાપુ દેવલોક પામ્યા હતા. બાપુનો દેહને આવતીકાલ સુધી ભક્તોના દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. આવતીકાલે 11 વાગ્યે તેમના આશ્રમમાં બાપુના દેહને સમાધિ આપવામાં આવશે.

કાશ્મીરી બાપુની વય વિશે અનેક માન્યતા છે, આમ છત્તાં તેઓ 97થી 100 વર્ષનાં હોવાનું માની શકાય, તેવું તેમના સેવક પાસેથી જાણવા મળ્યું છે. કાશ્મીરી બાપુ નિરંજની અખાડાનાં હોવાને લીધે અખાડાનાં આગેવાન સંત અને પ્રયાગરાજથી વાઘંબરી ગાદીના શ્રીમહંત બલવીરપુરીજી પણ સમાધિમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત મુંબઇના મહાલક્ષ્મીમાં હનુમાનજી મંદિરના શ્રીમહંત કેશવપુરીજી અને બાપુનાં ગુરૂભાઇ હરગોવિંદપુરીજી સહિતના સંતો-મહંતો અને ભક્તોની હાજરી સમાધિ આપવામાં આવનાર છે.

ગરવા ગિરનારની ગોદમાં વર્ષો સુધી સાધના કરનાર સંત પૂ.કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતાં તેમના અનુયાયી વર્ગમાં શોક છવાયો છે. બાપુના પાર્થિવદેહને આવતીકાલે સમાધિ આપવામાં આવશે. હાલ કાશ્મીરી બાપુના પાર્થિવદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેવું સેવકો પાસેથી જાણવા મળી રહ્યુ છે.

પોતાની યુવા અવસ્થામાં ગિરનાર પર દત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું અને સિદ્ધહસ્ત તરીકે પૂજાતા કાશ્મીરી બાપુનું 97 વર્ષની વયે અવસાન થયું છે.સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સહિત ગુજરાત ભરમાંથી કાશ્મીરી બાપુને સોશિયલ મીડિયા થકી પણ શ્રદ્ધાજંલિ આપવામાં આવી રહી છે.

દાતારેશ્વર મહાદેવ મંદિરના મહંત અને નિરંજન અખાડાના સંત શિરોમણીની વિદાયથી સમગ્ર પંથકના લોકો આશ્રમ ખાતે બાપુને શ્રદ્ધાંજલિ આપવા પહોંચી રહ્યા છે. કાશ્મીરી બાપુની આવતીકાલે 11 વાગ્યે કરાશે અંતિમવીધી કરવામાં આવશે. હાલ આશ્રમ ખાતે બાપુના દર્શન કરવા સેવકોની લાગી લાંબી કતારો લાગી રહી છે.

કાશ્મીરી બાપુનું નિધન થતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, જૂનાગઢમા સાંસદ રાજેશ ચૂડાસમા, પોરબંદરના ,સાસંદ રમેશ ધડૂક, જામનગરમાં સાસદ પૂનમ માડમ, જાણિતા કલાકાર કિર્તીદાન ગઢવી સહિતા અનેક મહાનુભાવોએ સોશિયલ મીડિયામાં શોક સંદેશ પાઠવી બાપુને શ્રદ્ધાંજલિ આપી છે.