આખેઆખું ગામ કાકડીની ખેતીમાંથી કરી રહ્યું છે બમ્પર કમાણી- આખા દેશમાં કરે છે નિકાસ

Published on: 5:17 pm, Fri, 20 August 21

સોસિયલ મીડિયા પર અવારનવાર ખેડૂતોને ખેતીમાં કઈક ઉપયોગમાં આવે એવી જાણકારીઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાનું એક નાનું ગામ વાનીગુંડ વર્ષોથી દક્ષિણ કાશ્મીરમાં શાકભાજી ઉત્પાદક તરીકે ઉભરી આવ્યું છે.

ગામમાં રહેતા લગભગ 200 પરિવારો આખા વર્ષ દરમિયાન શાકભાજીની ખેતીમાં રોકાયેલા છે. આ દિવસોમાં ગામમાં દરરોજ લગભગ 30,000 કિલો કાકડીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ગામ માત્ર જમ્મુ અને કાશ્મીરને શાકભાજી સપ્લાય કરે છે પરંતુ તે ભારતના અન્ય ઘણા રાજ્યોમાં સારી માત્રામાં લીલા શાકભાજીની નિકાસ કરે છે.

ગામના એક ઉચ્ચ લાયકાત ધરાવતા યુવક આકીબ અહમદે કહ્યું કે, પહેલા મને લાગતું હતું કે સરકારી નોકરી મારા માટે યોગ્ય છે પણ પછી મને સમજાયું કે કૃષિ અન્ય ક્ષેત્ર કરતાં વધુ અસરકારક છે. ખેતીને ઘણીવાર નફાકારક વ્યવસાય તરીકે જોવામાં આવતું નથી.

ભગવાનનો આભાર કે અમે આ ખેતીમાંથી સારી નફાકારક આવક મેળવીએ છીએ. ગામમાં લગભગ 400 કેનાલ જમીનમાં વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી કરવામાં આવે છે કે, જેમાં કાકડી, કોબીજ, સલગમ વગેરેનો સમાવેશ થાય છે. એક સ્થાનિક રિયાઝ અહમદ વાનીએ જણાવ્યું હતું કે, તેમના સતત પ્રયાસોને કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.

જેને પરિણામે શાકભાજીની ખેતી સાથે સંકળાયેલા લોકોની માથાદીઠ આવકમાં તીવ્ર સુધારો થયો છે. તેમણે કહ્યું કે, વર્મી ખાતર જેવા જૈવિક ખાતરથી પાકનું ઉત્પાદન વધે છે અને તે મુજબ બજારભાવ વધે છે. મારા પરિવારનો દરેક સભ્ય તેની સાથે જોડાયેલો છે. શાકભાજીની ખેતીનો બીજો ફાયદો છે કારણ કે, સફરજનના બગીચામાં શાકભાજી પણ ઉગાડી શકાય છે.