આ વર્ષે કરવાચૌથનાં પરમ પવિત્ર દિવસે બની રહ્યો છે શુભ સંયોગ: જાણો તિથિ, મુહૂર્ત અને પૂજાની વિધિ

137
Published on: 6:40 pm, Sat, 23 October 21

દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પરિણીત મહિલાઓ પોતાના પતિની દીર્ઘાયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખીને નિર્જળા ઉપવાસ કરતી હોય છે જેને લીધે આ દિવસને કરવાચૌથ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આવો જાણીએ વિગતે…

કરવાચૌથની રાત્રે ચંદ્રને જોઈ ચાયણાથી પતિનો ચહેરો જોયા પછી મહિલાઓ આ વ્રતની પુર્ણાહુતી કરતી હોય છે ત્યારે કૃષ્ણ પક્ષની ચતુર્થીમાં દિવસે આ વ્રત કરવામાં આવતું હોય છે. આ વર્ષે 24 ઓકટોબરને રવિવારના રોજ આ વ્રત મહિલાઓ કરશે.

માન્યતા પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે, કરવાચૌથ પર આ વર્ષે 5 વર્ષ પછી શુભ સંયોગ બનવા જઈ રહ્યો છે કે, કરવા ચૌથના વ્રતની પૂજા રોહિણી નક્ષત્રમાં કરવામાં આવશે. આની સિવાય રવિવારે આ વ્રત હોવાને લીધે સૂર્યદેવનો પણ શુભ પ્રભાવ આના પર પડશે.

કરવાચૌથના વ્રતનું મહત્વ: 
કરવાચૌથના વ્રતને લઈ શાસ્ત્રોમાં એવું જણાવાયુ છે કે, આ વ્રત કરવાથી ફક્ત પતિની દીર્ઘાયુષ્ય સાથે લગ્ન જીવનમાં થતી બધી જ સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે કરવાચૌથનો વ્રત કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે તેમજ પરિવાર સંકટથી દૂર થાય છે. આ દિવસે માતા પાર્વતી, શિવજી તથા કાર્તિકેયની પૂજા કરવાથી શુભ ફળ મળે છે.

કરવાચૌથની તિથિ અને મુહૂર્ત:
કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી આ વર્ષે 24 ઓકટોબર રવિવારના રોજ આવશે. ચતુર્થી તિથિની શરૂઆત 24 ઓકટોબરની સવારે 3:01 કલાકેથી લઈને સમાપન 25 ઓકટોબરના રોજ સવારના  5:43 કલાકે થશે. જેથી આ સમય દરમિયાન વ્રતનું પાલન કરવાનું રહેશે.

આવી રીતે કરવી કરવાચૌથના વ્રતની પૂજા: 
કરવાચૌથના દિવસે સવારમાં વહેલા જાગીને સારગીનું સેવન કરવાનું હોય છે. બાદમાં સ્નાન કરીને વડીલોનાં આશીર્વાદ લઈને વ્રતની શરૂઆત કરવાની હોય છે. આ વ્રત આખો દિવસ નિર્જળા રહીને કરવામાં આવતું હોય છે તેમજ બાદમાં સાંજે તુલસીના સમક્ષ બેસીને નિર્જળા વ્રતની વિધિ વિધાનથી પૂજા કરાતી હોય છે.

ચંદ્ર નીકળતા પહેલા થાળીમાં ધૂપ-દીપ,રોલી, અક્ષત, પુષ્પ તેમજ મીઠાઈ મૂકવામાં આવતી હોય છે. કરવાચૌથના વ્રતમાં અર્ઘ્ય આપવા માટે પાણી ભરવામાં આવતું હોય છે તેમજ બાદમાં ચંદ્ર દેખાતા અર્ઘ્ય આપીને ચાયણાથી પતિનો ચેહરો જોયા પછી વ્રત પૂર્ણ કરાતું હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…