કરવા ચોથનાં પરમ પવિત્ર દિવસે આ શુભ મુહુર્તે કરો પૂજનવિધિ- પૂજા માટે જોઇશે આટલી સામગ્રી

158
Published on: 5:02 pm, Sat, 23 October 21

આપને જણાવી દઈએ કે, આસો માસના વદ પક્ષની ચોથ એટલે કે, આવતીકાલને રવિવારનાં રોજ કરવા ચોથ વ્રતની ઊજવણી પરિણીત મહિલાઓ કરશે. પરિણીત મહિલાઓ નિર્જળા વ્રત રાખીને પતિના લાંબા આયુષ્ય માટેની કામના કરશે. સાથોસાથ સાંજે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય અર્પણ કર્યા પછી પતિના હાથેથી પાણી પીને મહિલાઓ આ વ્રત ખોલશે.

આ વ્રતમાં ચોથ માતા તેમજ ગણેશજીની પણ પૂજા કરવામાં આવતી હોય છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્ર જણાવે છે કે, આ વર્ષે કરવા ચોથનાં દિવસે ગ્રહોની સ્થિતિ પણ ખુબ ખાસ રહેશે. આ દિવસની શરૂઆત ઉભયચરી, શંખ, શુભકર્તરી, વિમલ તથા શશ મહાપુરૂષ યોગમાં થશે.

આની સાથે જ આ દિવસે સૂર્યોદય તથા ચંદ્રોદય વખતે તુલા તથા વૃષભ લગ્ન રહેશે. આ બંને શુક્રની જ રાશિઓ છે. જે સૌભાગ્ય, સમૃદ્ધિ તથા લાંબી ઉંમર આપનાર શુભ સંયોગ છે. આ દિવસે રવિવાર તથા ભરણી નક્ષત્રથી પ્રજાપતિ નામનો એક અન્ય શુભ યોગ આખો દિવસ બની રહેશે. નક્ષત્રોની આ સ્થિતિ આ પર્વને વધુ ખાસ બનાવી રહી છે.

વ્રતનું અનેરું મહત્ત્વ:
પં. મિશ્ર જણાવતા કહે છે કે, આ શુભ ગ્રહ-યોગમાં કરવામાં આવતી પૂજાથી વિશેષ ફળ મળતું હોય છે. 6 શુભયોગમાં પૂજા કરવાથી મહિલાઓને વ્રતનું પૂર્ણ ફળ મળશે. આ યોગના પ્રભાવથી અખંડ સૌભાગ્યની સાથોસાથ જ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થશે. આ વ્રતને કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે તેમજ પરિવારમાં સુખ પણ વધશે.

કરવા ચોથ પૂજાનું મુહૂર્ત સાંજે 5:43 વાગ્યાથી લઈને 6:59 સુધી રહેલું છે. જયારે ચંદ્રને અર્ઘ્ય આપવાનો સમય રાતે 8.48 વાગ્યાનો રહેશે. આ સમયગાળામાં ચંદ્રદેવની પૂજા કરવી. દૂધ, ચોખા તથા ફૂલ મિશ્રિત જળથી ચંદ્રને અર્ઘ્ય આપવું જોઈએ.

કરવા ચોથની પૂજા સામગ્રી:
ચોથ માતા તથા શિવ પરિવારની પૂજા માટે થાળીમાં અબીર, ગુલાલ, કંકુ, હળદર, મહેંદી, નાડાછડી, જનોઈ, ફૂલ, ચોખા, ચંદન, અત્તર, ઘીનો દીવો, અગરબત્તી નારિયેળ તેમજ મીઠાઈ હોવી જોઇએ. જયારે ચંદ્રની પૂજા માટે થાળીમાં ચાયણી, અર્ઘ્ય આપવા માટે જળ તેમજ વ્રત ખોલવા માટે પાણી અને મીઠાઈ હોવી જોઇએ.

કેટલીક જગ્યાએ સ્થાનિક પરંપરાઓ મુજબ પતાશાથી ભરેલો કળશ રાખવામાં આવે છે. આની સાથોસાથ જ, પરણિતાઓ સાથે જોડાયેલ સામગ્રી જેમ કે, બિંદી, સિંદૂર, બંગડી હોય છે. સાસુ અથવા તો ઘરમાં કોઇ વડીલ મહિલા હોય તો તેમના માટે કપડાં પણ રાખવામાં આવતા હોય છે. કરવા માતાની પૂજા તેમજ કથા વાંચ્યા બાદ આ તમામ વસ્તુઓ પોતાની સાસુ કે ઘરની વડીલ મહિલાને આપવામાં આવતી હોય છે.

કરવા ચોથ વ્રત અને પૂજા વિધિ:
સવારમાં જલ્દી જાગીને સ્નાન કર્યા બાદ પતિના લાંબા આયુષ્ય તેમજ સારા સ્વાસ્થ્ય સાથે જ, અખંડ સૌભાગ્ય માટે સંકલ્પ લેવો. આજનાં દિવસે પોતાની શક્તિ મુજબ સ્નાન કર્યા બાદ કઇંપણ ખાધા-પીધા વિના રહો. આ સંભવ ન હોય તો થોડો ફળાહાર કરી શકાય છે. સાંજે જ્યાં પૂજા કરવાની હોય ત્યાં એક લાલ કપડું પાથરીને તેના ઉપર ભગવાન શિવ-પાર્વતી, સ્વામી કાર્તિકેય તથા ભગવાન શ્રીગણેશની સ્થાપના કરો.

બાદમાં ચોથ માતાની તસવીર લગાવીને પૂજા સ્થાન ઉપર માટીનો કળશ પણ રાખવો. કળશમાં થોડું પાણી ભરીને દીવાથી ઢાંકીને 1 રૂપિયાનો સિક્કો રાખો. તેના ઉપર લાલ કપડું રાખવું. પૂજા સામગ્રીથી તમામ દેવતાઓની પૂજા કરો. લાડવાનો ભોગ ધરાવો તેમજ આરતી કરવી જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…