જાણો કેમ ખુદ કૃષ્ણ ભગવાને સૂર્યપુત્ર કર્ણના કરવા પડ્યા હતા અગ્નિ સંસ્કાર- મોટા ભાગના લોકો નહિ જાણતા હોય આ વરદાન

Published on: 10:47 am, Sat, 30 October 21

આપ સૌને જાણ હશે જ કે, મહાભારત કાળમાં કર્ણ એ એક ખુબ જ મહાન તથા દાની યોધ્ધા હતો. એમ છતાં પણ કર્ણ એ કુરુક્ષેત્રનાં મેદાનમાં પોતાના પાંડવ ભાઈઓનો સાથ છોડીને કૌરવોનો સાથ આપ્યો હતો. કર્ણ સાથ આપવા છતાં એવું તે શું થયું હશે કે, ભગવાન શ્રી કૃષ્ણને તેના અંતિમ સંસ્કાર કરવા પડ્યા હતા.

આવી જાણીએ… કુંતી તેમજ સૂર્યપુત્ર કર્ણ કે, જેને કુંતીએ અવિવાહિત હતી ત્યારે જન્મ આપ્યો હતો. એક જ રથના સારથીએ કર્ણનું પાલન પોષણ કર્યું હતું કે, જેથી કર્ણ સુતપુત્ર કહેવાયો હતો. કુવારી માતાથી જન્મ તેમજ સારથીના દ્વારા ઉછેર થવાને લીધે કર્ણને ક્યારેય પણ સમ્માન મળ્યું ન હતું.

સુતપુત્ર હોવાના કારણે જ કર્ણ દ્રૌપદીને પોતાની જીવન સંગીની બનાવવા ઈચ્છતો હતો. તેણે પણ તેને ના પાડી દીધી હતી. આ તમામ કારણોને લીધે જ કર્ણ પાંડવોને ખુબ જ નફરત કરતો હતો. જેથી તેણે કૌરવોને સાથ આપ્યો હતો. ભગવાન શ્રીકૃષ્ણ જ તેના મૃત્યુનું કારણ બન્યા હતા.

કૃષ્ણ એ જ અર્જુનને કર્ણના મૃત્યુની રીત જણાવી હતી. ભગવાન કૃષ્ણએ કર્ણ પાસેથી દાનમાં એના સોનાના દાંત માંગી લીધા હતા તેમજ તેણે ભગવાન કૃષ્ણને અર્પણ પણ કરી દીધા હતા. આ જ દાનવીરતાથી પ્રસન્ન થઈને ભગવાન શ્રીકૃષ્ણ એ તેને વરદાન માંગવા જણાવ્યું હતું.

બાદમાં કર્ણએ વરદાનના સ્વરૂપમાં પોતાની સાથે થયેલ અન્યાયને યાદ કરીને ભગવાન કૃષ્ણને તેના આગલા જન્મમાં પોતાના વંશના લોકોનું કલ્યાણ કરવા જણાવ્યું હતું. બીજા વરદાનના સ્વરૂપે ભગવાન કૃષ્ણને બીજો જન્મ પોતાના જ રાજ્યમાં લેવા માટે કહ્યું હતું.

બાદમાં 3 વરદાનના રૂપમાં કહ્યું હતું કે, પોતાના અંતિમ સંકર કોઈ એવા વ્યક્તિ કરે કે, જેણે કોઈ પાપ ના કર્યું હોય તેમજ જે વ્યક્તિ પાપથી મુક્ત હોય. ભગવાન કૃષ્ણ એ કર્ણના તમામ વરદાન સ્વીકાર કર્યા હતા પણ ત્રીજા વરદાનથી ભગવાન થોડા દુવિધામાં હતા.

એક એવી જગ્યા વિચારવા લાગ્યા કે, જ્યાં કોઈપણ પ્રકારનું પાપ ના થયું હોય. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણે એવું કોઈ યાદ ના આવ્યું કે, જેનાથી કોઈ પાપ ના થયું હોય. કર્ણના આ વચનનું પાલન કરવા માટે તેને પોતે જ કર્ણના અંતિમ સંસ્કાર કર્યા હતા તેમજ કર્ણને આપેલ પોતાનું વરદાન પૂરૂ કર્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…