નિષ્ફળતા મળી હોવા છતાં અડીખમ ઉભા રહી આ આદિવાસી યુવાને હાંસલ કરી સફળતા- બન્યો ડેપ્યુટી કલેકટર

Published on: 4:47 pm, Tue, 7 September 21

હાલમાં એક સફળતાની તથા સંઘર્ષની કહાનીને લઈ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આવેલ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તારના યુવાનો GPSCમાં વર્ગ 1,2ની પરીક્ષામાં ઝળકી રહ્યાં છે ત્યારે કપરાડામાં આવેલ અંભેટી ગામના યુવાનને પહેલા ફક્ત 4 માકર્સને લીધે GPSCની પરીક્ષામાં સફળતા મળી ન હતી.

તેમણે મંઝિલ સુધી પહોંચવા અથાગ મહેનત ચાલુ રાખી હતી. હાલમાં જાહેર કરવામાં આવેલ પરિણામમાં આ યુવાનને સફળતા મળતાં ડેપ્યુટી કલેકટર સુધીની સફર પૂર્ણ કરી છે. આ ઘટના આદિવાસી વિસ્તારના યુવાનો માટે ખુબ પ્રેરણાદાયક છે.

કોલેજમાં લોન લઈને ભણવાની ફરજ પડી હતી:
અંભેટીનાં ગજેન્દ્રકુમાર અરવિંદભાઇ પટેલે શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ 1 થી 6 ધોરણ અંભેટી બાંગિયાની પ્રાથમિક શાળામાં તેમજ 8 થી 12 ગોંડલમાં અભ્યાસ (10માં 92.40 ટકા , 12 સાયન્સ માં 84 ટકા ) કર્યો હતો. ત્યારપછી ઇલેક્ટ્રિકલ એન્જિનીયરિંગ SVNIT સૂરતમાં ડિસ્ટ્રીકશનની સાથે ઉર્તિણ થયા હતાં.

કોલેજમાં શૈક્ષણિક લોન લઇને અભ્યાસ કરવાની ફરજ પડી હતી. તેમણે ક્લાસ વન અધિકારી તરીકે GPSCની પરીક્ષા પૂર્ણ કરવાની દઢ ઇચ્છાની સાથે પરીક્ષાની તૈયારી કરી હતી પણ ગત વર્ષે વર્ગ 1,2ની પરીક્ષામાં 4 માર્કસને લીધે નિષ્ફળતા મળી હતી.

પરિવારનો સાથ-સહકાર મળ્યો:
કપરાડાના યુવાને આ ઉર્જાને હકારાત્મક દિશા આપીને અગાઉના પરિણામને ધ્યાનમાં રાખ્યા વિના મેહનત શરુ રાખી હતી. હાલમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 1 સપ્ટેમ્બરનાં રોજ જાહેર થયેલ પરિણામમાં અંભેટીના યુવાનનો કુલ 120માંથી 107મો રેન્ક આવ્યો હતો.

જયારે ST કેગેટરીમાં ત્રીજા ક્રમ પર રહ્યો હતો. ગજેન્દ્ર પટેલ જણાવે છે કે, મારા નાના નાનીથી લઈને મમ્મી ,પપ્પા તેમજ ભાઈ બહેનો અને મિત્રો એ ખુબ જ સહકાર આપ્યો છે. એમાં પણ વિશેષ કરીને મોટા ભાઈ રીપલે ખુબ જ સહકાર આપ્યો છે. જેના પરિણામસર હું હાલમાં આ મુકામે પહોચ્યો છું.

ક્ષમતા એ વ્યક્તિની ગુલામ છે, મહેનત ચાલુ રાખો:
અંભેટીમા યુવાનના પિતા નિવૃત શિક્ષક છે. જયારે માતા ગૃહિણી છે. ગજેન્દ્ર પટેલ જણાવે છે કે, ક્ષમતા એ વ્યક્તિ જાતે નિશ્ચિત કરે છે જેથી વ્યક્તિ એ ક્ષમતાનો ગુલામ નથી પણ ક્ષમતાએ વ્યક્તિની ગુલામ છે. મહેનત ચાલુ રાખો તેમજ પોતાના પર વિશ્વાસ રાખો.

સફળતા તમારી રાહ જોઈ જ રહી છે. જયારે બીજી બાજુ કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી દ્વારા આદિવાસી યુવાનો GPSC પરીક્ષામાં સફળ થાય તે માટે સ્થાનિક લેવલનાં કલાસની શરૂઆત થાય તે દિશામાં કામગીરી કરાઈ છે એવું ગજેન્દ્ર પટેલ જણાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…