વ્યાજે રૂપિયા લઈ કરી હતી ખેતી, પરંતુ ખેડૂતોના મોઢે આવેલો કોળીયો છીનવાયો!

172
Published on: 1:28 pm, Sun, 3 October 21

અતિભારે વરસાદને કારણે મોટાભાગના ખેતરોમાં પાણી ઘુસી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે હાલમાં આવા જ એક દુખના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ જિલ્લામાં 15 ઇંચ કરતા પણ વધુ વરસાદ ખાબકતા  ખેડૂતોના ઊભા પાક નિષ્ફળ ગયા છે.

જૂનાગઢમાં આવેલ પ્રભાતપુર, બાદલપુર જેવા ગામોમાં સોયાબીન તથા મગફળી જેવા પાકો ખુબ મોટા પ્રમાણમાં થતા હોય છે. પ્રભાતપુર, બાદલપુરમાં 90% સોયાબિનનું વાવેતર કરવામાં આવે છે. જયારે ખેડૂતોએ બિયારણ, જંતુનાશક દવાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ ખર્ચના પૈસા ઊભા થાય એવા પણ એંધાણ જણાએ રહ્યા નથી ત્યારે એમાં પણ ખેડૂતોએ ભાગિયામાં જમીનો આપેલી હોય છે ત્યારે ભાગિયાને આપવાનું પણ કંઈ બચ્યું નથી એવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે જિલ્લામાં મગફળી તથા સોયાબીનનું સૌથી વધુ વાવેતર કરાયું છે.

સોયાબીન તથા મગફળીના પાક સંપૂર્ણપણે નિષ્ફળ થઈ ચુક્યા છે ત્યારે આ અંગે ખેડૂતો જણાવે છે કે, વ્યાજે પૈસા લઇને ખેતી કરી છે તેમજ હવે નુકસાન થયું છે. આ માટે સરકાર તાત્કાલિક સહાય કરે કે, જેથી અમને થોડી રાહત મળી રહે. મગફળી, સોયાબિન, કપાસ, તલ સહિતના તમામ પાક નાશ પામ્યા છે.

હજુ સુધી સર્વેની કામગીરી હાથ ન ધરી હોવાની ખેડૂતોએ કરી ફરિયાદ:
હજુ સુધી પણ સર્વે માટે કોઈ પણ આવ્યું નથી તેમજ ખેડૂતોને કોઈ નુકસાનીની ભરપાઈ મળે તેવી પણ આશા રહી નથી. સર્વે તો દર વર્ષે કરવામાં આવે છે પણ અત્યાર સુધીમાં કોઈપણ જાતની સહાય મળી નથી. એમાં પણ આ વર્ષ દરમિયાન તો સર્વેની કામગીરી થઈ નથી.

હવે જો વહેલી તકે સર્વે કરવામાં ન આવે તો ખેડૂતોના ખેતરોમાંથી બગેડેલો પાક વધારે સમય રાખી શકાય તેવી પણ સ્થિતિમાં નથી. આ ખરાબ પાકને બહાર કઢાઇ જશે બાદમાં નવા પાકનું વાવેતર કરી શકાશે. હજુ સુધી સર્વે કરવા માટેની કામગીરી પણ થઈ નથી કે, જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઉભી થઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…