કુદરતી આફતે છીનવી લીધી ખેડૂતની વર્ષોની મહેનત- છેવટે જૂનાગઢના વૃદ્ધ ખેડૂતે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું

340
Published on: 5:23 pm, Sat, 2 October 21

જૂનાગઢ જિલ્લામાં મેઘમહેરને લીધે કેટલાક વિસ્તારોમાં સિંચાઈ અથવા તો પીવાના પાણીનો પ્રશ્ન રહ્યો નથી. જિલ્લામાં આવેલ કેટલાક તાલુકામાં પૂરતો વરસાદ નોંધાયો છે. જો કે, વિસાવદર જૂનાગઢ જિલ્લાનું ચેરાપૂંજી બની ચુક્યું છે. અહીં ચાલુ વર્ષ દરમિયાન સિઝનનો સૌથી વધારે વરસાદ પડ્યો છે તેમજ મેઘ કહેર થયો હોય એવું પણ કહી શકાય છે.

આ મેઘકહેરમાં કપાસનો પાક નિષ્ફળ જતા એક વૃદ્ધ ખેડૂતે ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવી લીધું છે. વિસાવદરમાં આવેલ મોટા ભલગામમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ ખેડૂત ગોકળબાપાએ આપઘાત કરતા કરૂણાંતિકા સર્જાઈ છે. આ ઘટનાની મળી રહેલ પ્રાથમિક માહિતી પ્રમાણે જૂનાગઢમાં આ વર્ષે વરસેલા વરસાદે વિસાવદર તાલુકામાં જરૂર કરતા વધુ પાણી પડ્યું છે.

આવી પરીસ્થિતિને લીધે પાક નિષ્ફળ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ દરમિયાન વધારે વરસાદ સાથે પડેલ વીજળીને લીધે વિસાવદરમાં આવેલ મોટા ભલગામમાં રહેતા 70 વર્ષીય ખેડૂત ગોકળ બાપા વેકરિયાનો કપાસ નિષ્ફળ ગયો હતો. કપાસનો પાક બળી જતા વૃદ્ધ ખેડૂતને લાગી આવ્યું હતું.

આ દરમિયાન તેઓ વાડીમાં એકલા હતા ત્યારે એમણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારપછી તેમનું મોત થયું હતું. ઘટના પોલીસ ચોપડે નોંધાતા સમગ્ર પ્રકરણ સામે આવી રહ્યું છે ત્યારે ખેડૂતોની ભારે વરસાદને લીધે હાલત કફોડી બની ગઈ છે.

વિસાવદરમાં સિઝનમાં કુલ 67 ઇંચ વરસાદ પડ્યો:
2 ઑક્ટોબરે સમગ્ર રાજ્યની વરસાદની સ્થિતિ પ્રમાણે વિસાવદરમાં આ વર્ષ દરમિયાન એવરેજ વરસાદ કરતાં 152% વધારે વરસાદ ખાબકી ચુક્યો છે ત્યારે વિસાવદરનો એવરેજ વરસાદ 1,110 મીમી છે એટલે કે, વિસાવદરમાં વર્ષ 1991થી વરસતા વરસાદમાં દર વર્ષે એવરેજ 44.4 ઇંચ વરસાદ પડે છે.

આ વરસાદને લીધે તાલુકામાં સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું છે ત્યારે વીજળીને લીધે કપાસ બળી જવાની સ્થિતિમાં આ ખેડૂતે આપઘાત કરી લીધો છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટીની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને તો સૌરાષ્ટ્રમાં કેટલાક તાલુકામાં ધોવાણ થયું છે ત્યારે સરકાર દ્વારા આ અંગે સહાયતા કરવી જરૂરી બની છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…