કશ્મીરમાં તૈનાત જવાનનું મોત થતા પતિએ પણ ટુકાવ્યું જીવન- ઓમ શાંતિ

Published on: 5:03 pm, Sun, 15 August 21

કાશ્મીરમાં તૈનાત જવાનું મોત થયું છે. ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં શહીદ થયેલ અરવિંદ ચૌહાણ ના લગ્ન થોડા જ સમય પહેલા થયા હતા. જ્યારે આ સમાચાર ઘરે મળ્યા ત્યારે પરિવારજનોની પગ તળે થી જમીન સરકી ગઈ હતી અને સમય થંભી ગયો હતો. પતિના મૃત્યુ બાદ વિધવા થયેલી પત્નીએ પણ ફાંસી ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

ઉત્તર પ્રદેશના કોતવાલી ગ્રામ્ય વિસ્તારના બિજોરી ગામના રહેવાસી અરવિંદભાઈ ચૌહાણ ભારતીય સેનામાં ભરતી થયા હતા. અને અરવિંદભાઈ કાશ્મીરમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમનો મૃતદેહ 6 ઓગસ્ટના રોજ આર્મી કેમ્પ માં મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે અરવિંદ અને તેની પત્ની વચ્ચે થોડો અણબનાવ હતો જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. પતિના મૃત્યુ બાદ પત્નીએ પણ છ દિવસ પછી પોતાનું જીવન ટુંકાવ્યું હતું.

સંબંધીઓ સાથે વાતચીત કરતા માહિતી મળી હતી કે, અરવિંદ અને આરતીના લગ્ન 29 જાન્યુઆરી વર્ષ 2019ના રોજ થયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બંને વચ્ચે પણ બનાવો હતા. બંને વચ્ચેના આ જગ્યાને કારણે આરતી તેના પિયરમાં રહેતી હતી. અરવિંદ ચૌહાણ નો મૃતદેહ 10 ઓગસ્ટના રોજ કાશ્મીરથી પોતાના વતનમાં લાવવામાં આવ્યો હતો અને અંતિમ વિધિ કરવામાં આવી હતી.

પતિના મૃત્યુ બાદ અંતિમ વિધિ દરમિયાન આરતી પતિના મૃતદેહ ને જોવા આવી હતી પરંતુ પરિવારજનો એ આરતી ને જોવા દેવાને ના પાડી દીધી હતી. પરિવારજનોની આ હરકતથી આરતી ખૂબ જ દુઃખી થઈ હતી. અરવિંદની વાત કરીએ તો પાંચ વર્ષ પહેલા અરવિંદની સેનામાં કોન્સ્ટેબલ તરીકે નિમણૂક થઇ હતી. તમને જણાવી દઈએ કે અરવિંદ નો મોટો ભાઈ પણ ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છે. હાલ તે અહમદનગર માં ફરજ બજાવી રહ્યા છે. બંને ભાઈ ની સાથે સાથે પિતા પણ તેનામાં હતા પરંતુ હાલ તેઓ નિવૃત્ત છે. ઘરેલુ વિવાદના કારણે એક જ સપ્તાહમાં પતિ અને પત્નીના મોત થતાં સમગ્ર પંથકમાં દુઃખ નો માહોલ છવાયો હતો.