
થોડા દિવસ બાદ એટલે કે, 30 ઓગસ્ટનાં રોજ જન્માષ્ટમીનો તહેવાર નજીક આવો રહ્યો છે ત્યારે આ પરમ પવિત્ર દિવસે લોકો પૂજા પાઠ કરતા હોય છે. આજના દિવસે ભગવાન શ્રીકૃષ્ણનાં જન્મદિનના પ્રસંગે લોકો તેમને ખુશ કરવા માટે પૂજા-અર્ચના, વ્રત-ઉપવાસ તથા ભજન કિર્તન કરતા હોય છે.
આની સાથે-સાથે જ આ પાવન અવસરે મંદિર તથા ઘરોમાં તેમજ કેટલાક સ્થળે દહી-હાંડી ફોડવાના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે અન્ય ચીજની તુલનાએ જો તમે કેટલાક ઉપાયોને પણ અપનાવો છો તો તમારી પર કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા થઈ શકે છે. આવો, જાણીએ શ્રીકૃષ્ણની કૃપા મેળવવા માટેનાં ઉપાય.
ચાંદીની બાંસુરી અર્પિત કરો:
આજના દિવસે પૂજા-અર્ચના, ભોગ તથા કીર્તન જેવા કાર્યક્રમોની સાથે તમે લાલાને ચાંદીની બાંસુરી અર્પણ કરી શકો છો. જેનાથી તમારા પર કનૈયાલાલની વિશેષ કૃપા થઈ શકે છે. આની માટે તમે પોતાના સામર્થ્ય પ્રમાણે નાની સથવા તો મોટી બાંસુરી બનાવડાવો. તેને લાલાના ચરણોમાં અર્પિત કર્યા પછી બાંસુરીની પૂજા પણ કરવી જોઈએ. જન્માષ્ટમી પછી તમે આ બાંસુરીને પોતાના પર્સ અથવા તો નાણા રાખવાની જગ્યાએ રાખી શકો છો.
છપ્પન ભોગ ધરાવવો:
ધાર્મિક માન્યતા પ્રમાણે જન્માષ્ટમીના અવસર પર કનૈયાની પૂજા-અર્ચના કર્યા પછી જો તેમને છપ્પન ભોગ ધરવામાં આવે તો તેનાથી પણ લાલો ખુબ પ્રસન્ન થાય છે તેમજ તેની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આની સાથોસાથ જ ભક્તોની તમામ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
પારિજાતના ફૂલ ચઢાવવા:
જન્માષ્ટમીના પરમ પવિત્ર દિવસે શ્રીકૃષ્ણને પારિજાતના ફૂલ ચઢાવવાથી પણ તેમની કૃપા બની રહે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન શ્રી હરિ વિષ્ણુ તથા માતા લક્ષ્મીને પારિજાતના પુષ્પ ખૂબ પ્રિય છે. શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુજીનો અવતાર છે, જેથી આજના દિવસે પારિજાતના ફૂલ ચઢાવવાથી ભગવાન ખુબ પ્રસન્ન થાય છે.
શંખમાં દૂધ લઈને કરો અભિષેક:
માન્યતા પ્રમાણે, વિષ્ણુજીને શંખ ખૂબ પ્રિય છે તથા તેઓ પોતાના હાથમાં હંમેશા રાખતા હોય છે. જેથી આજના દિવસે શ્રીકૃષ્ણને જન્મ વખતે જો તેમનો અભિષેક શંખમાં દૂધ રાખીને કરાય તો તેનાથી ભગવાન ખુશ થાય છે. આવું કરવાથી ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
મોરપંખ કરો અર્પણ:
કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે ભગવાન કૃષ્ણને મોરપંખ પણ અર્પણ કરી શકો છો. આજના દિવસે શ્રીકૃષ્ણના મુકુટ પર મોરપંખ લગાવવાથી ભગવાન ખુબ પ્રસન્ન થાય છે તેમજ ભક્તો પર પોતાની કૃપા બની રહે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…