MJ TV થી લોકપ્રશ્નોને વાચા આપતા મયુર જોષીનું નિધન થતા ‘જનતા રાજ’ સંગઠન હતાશ

209
Published on: 3:01 pm, Sun, 10 October 21

આપણા સૌ માટે એક દુખદ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જનતા રાજ સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરભાઈ જોષી આપણા સૌની વચ્ચે નથી રહ્યા. મળતી માહિતી અનુસાર, મયુરભાઈ જોષીની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે ગ્લોબલ હોસ્પિટલ માં એડમીટ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની સારવાર સતત ચાલુ હતી અને સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતા હોસ્પીટલમાં જ અંતિમ શ્વાસ લીધા છે.

1.આ લોકોની આટલી હિંમત વધે છે કેમની?? 2/4 ગુનેગારોને જાહેર મા ફાસી આપો તો જ પાછા પડશે આ લોકો..

મયુરભાઈ જોષીએ MJ TV નામના ફેસબુક પેજ દ્વારા લોકોના પ્રશ્નો દેખાડીને તંત્ર પાસે કામ કઢાવવા ની અનોખી રીત શોધી કાઢી હતી. તેમની આ રીતને કારણે તેમના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં થઈ ગઈ હતી. જેથી તેઓએ તમામ શહેરોમાં આ પ્રકારે તંત્ર પાસેથી કામ કઢાવવા જનતા રાજ નામના સંગઠનની રચના કરી હતી અને સતત લોકોના સ્થાનિક પ્રશ્નો નું સમાધાન કરવાની કામગીરી કરી રહ્યા હતા. સતત લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અને હાલાકીને સોશિયલ મીડિયાના માધ્યમથી અવાજ ઉઠાવતા હતા.

2.આ ભાઈને ચા-પાણીના ખુટે છે.. તો વિડીયો એટલો શેર કરો કે આજીવન ઘરે જ ચા પીવી પડે..…

સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી જાણકારી અનુસાર મયુરભાઈ જોષીની તબિયત ખરાબ થતાં વડોદરા ખાતે આવેલી ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમને સારવાર આપવામાં આવી રહી હતી. તે દરમિયાન હાર્ટ એટેક આવતા અવસાન પામ્યા છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા જનતા રાજ સહિત ગુજરાતીઓમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

3.આવી 100 બેહનો નો સાથ મળેને તો 1000% ક્રાંતિ લઈ આવીએ.. ખબર પડીને, કે અમે ખોટી બુમો નથી પાડતા..

અહીં વીડિયોમાં તમે જોઈ શકો છો કઈ રીતે તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી તંત્ર વિરોધી અવાજ ઉઠાવીને કામચોર અધિકારી અને કર્મચારીઓને સબક શીખવીને તાત્કાલિક કામ કરાવતા હતા. આળસુ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓપાસેથી કોઈ પણ કાર્ય તાત્કાલિક પણે કરાવતા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…