હાથમાં સળગતી મશાલ લઈને યુવાનો ધગધગતા અંગારા પર રમે છે ગરબા – જુઓ વિડીયો

170
Published on: 11:03 am, Sun, 10 October 21

ગઈકાલથી જ શરુ થયેલ નવરાત્રીના પાવન પર્વમાં ખેલૈયાઓ તાલી રાસ, પંચિયા રાસ, ટીપ્પણી રાસ, દાંડિયા રાસ તેમજ ચોકડી રાસ જેવા અનેકવિધ રાસ રમતા હોય છે પણ જામનગરનું એક ગરબી મંડળ છે કે, જે છેલ્લા 7 દાયકાથી પોતાને ત્યાં રમાતા અવનવા રાસને લીધે ખુબ જાણીતા બન્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

રણજિતનગર વિસ્તારમાં યોજવામાં આવતી પટેલ યુવક મંડળના મશાલ રાસ, દાંતરડા રાસ, તલવાર રાસ ખેલૈયાઓ તથા જામનગરની જનતા માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહેતું હોય છે. મશાલ રાસમાં ખેલૈયાઓ જ્યારે અંગારા પર ઉઘાડા પગે સ્ટેપ લે છે ત્યારે હાજર સૌ લોકો મંત્રમુગ્ધ બની જતા હોય છે.

પટેલ યુવક મંડળના ખેલૈયાઓ રજૂ કરે છે રાસ:
શહેરમાં આવેલ રણજીતનગર વિસ્તારમાં પટેલ યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવતું હોય છે. હાલમાં અહીં માત્રને માત્ર યુવાઓ તથા કિશોર જ ગરબે ઘૂમતા હોય છે. પટેલ યુવક મંડળ દ્વારા સળગતી મશાલનો રાસ, તલવાર રાસ, દાંતરડા રાસ, કણબી હુડો રાસ, ગુલાટ રાસ જેવા અવનવા રાસ રમવામાં આવે છે. સામાન્ય રીતે આવા પ્રકારના રાસ બીજી ગરબીઓમાં ખુબ ઓછા જોવા મળતા હોય છે.

લોકોને મંત્રમુગ્ધ કરતો સળગતી મશાલનો રાસ:
પટેલ યુવક મંડળની ગરબીમાં યુવાઓ દ્વારા રજૂ કરવામાં આવતો મશાલ રાસ હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહેતા હોય છે. બીજા બધા જ રાસ ખેલૈયાઓ સ્ટેજ પર રજૂ કરતા હોય છે પણ મશાલ રાસ નીચે જમીન પર રમવામા આવતો હોય છે. રાસની શરૂઆતમાં ખેલૈયાઓ બંને હાથમાં સળગતી મશાલ સાથે રાસ લેવામાં આવે છે.

આ રાસ રમતી વખતે ખેલૈયાઓ જમીન પર સૂઈ જઈને સ્વસ્તિકની આકૃતિ પણ બનાવતા હોય છે. રાસ પૂરો થવા આવે ત્યારે ખેલૈયાઓ જ્યાં રમતા હોય ત્યાં તેના સર્કલમાં આગ લગાવવામાં આવે છે તેમજ સર્કલની અંદર પણ સળગતા કપાસિયા ઠાલવવામા આવે છે. જેના પર ખેલૈયાઓ ખુલ્લા પગે સ્ટેપ લઈને રાસ રમતા હોય છે.

મશાલ ઉપરાંત ગુલાટ, તલવાર તથા દાંતરડા રાસનું આકર્ષણ:
પટેલ યુવક મંડળના ખેલૈયાઓ અલગ અલગ ગ્રુપમાં મશાલ રાસની ઉપરાંત દાંતરડા રાસ, તલવાર રાસ તથા ગુલાટ રાસ પણ ખેલૈયાઓ દ્વારા રજૂ કરવામા આવતો હોય છે. આ બધા જ રાસ તૈયાર કરવામાં ખેલૈયાઓને 2 મહિના અગાઉથી જ પ્રેકટિસ શરૂ કરવી પડતી હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…