જમ્મુ-કાશ્મીરમાં સર્જાયો મોટો અકસ્માત: મીની બસ બેકાબુ બની ઊંડી ખીણમાં ખાબકી, 11 લોકોના કરુણ મોત

138
Published on: 4:42 pm, Wed, 14 September 22

બુધવારે જમ્મુ-કાશ્મીરના પૂંછમાં બસ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં 30 લોકો ઘાયલ થયા છે, જેમને મંડી અને પુંછની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ સેના સાથે મળીને બસમાં ફસાયેલા ઘાયલ મુસાફરોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ લઈ ગયા હતાં.

ઘાયલોમાંથી પાંચને જિલ્લા હોસ્પિટલમાંથી જમ્મુની જીએમસી હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યા છે. પૂંછમાં સાવઝાન વિસ્તારમાં એક મિની બસ દુર્ઘટનાનો શિકાર થઈ છે. આ દુર્ઘટનામાં 11 લોકોના મોત થયા છે. સાથે જ કેટલાય અન્ય લોકો ઘાયલ પણ થયા છે. તમામ ઘાયલોને મંડીની હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. ઘટનાસ્થળે બચાવ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે કહેવાય છે કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બસ મંડીના સાવઝાન જઈ રહી હતી. આ દરમિયાન બસ ખીણમાં ખાબકી હતી. 

મંડીના તહસીલદાર શહજાદ લતીફના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના સવારે લગભગ 8:30 વાગ્યે સાવઝાન પાસે થઈ હતી. મીની બસ (JK12-1419) મંડીથી સાવઝાન જઈ રહી હતી. બસ સાવઝાન બરારી બલ્લાહ પાસે પહોંચી ત્યારે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને ઉંડી ખીણમાં પડી. જેમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના 4 લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.

અકસ્માતમાં જીવ ગુમાવનારા 9 લોકોની ઓળખ થઈ ગઈ છે. તેમાં મારૂફ અહેમદ (14), બશીર અહેમદ (40), રોસિયા અખ્તર (18), ઝરીના બેગમ (40), મોહમ્મદ હસન (65), નાઝીમા અખ્તર (20), ઈમરાન અહેમદ (5), અબ્દુલ કરીમ (70) અને અબ્દુલ કયુમ (40)નો સમાવેશ થાય છે. 

મૃતકોના પરિવારને 5 લાખ રૂપિયા આપવાની સરકાર તરફથી જાહેરાત જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તમામ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઘાયલોને 1 લાખ રૂપિયાની સહાય જાહેરાત કરી છે. આ સાથે ઘાયલોની સારી સારવાર માટે અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા હતા. PMNRF એ પણ મૃતકોના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કરતાં કહ્યું કે – પૂંછમાં સાવઝાનમાં થયેલા દર્દનાક માર્ગ અકસ્માતમાં લોકોનું મૃત્યુ અત્યંત દુઃખદ છે. મારી સંવેદના અને પ્રાર્થના પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…