જેસલ-તોરલની સમાધિ આપી રહી છે ભયંકર વિનાશના સંકેત, આ બંને ‘સમાધિ’ ભેગી થતાં જ…

1714
Published on: 6:00 pm, Wed, 27 April 22

મિત્રો, તમે બધાએ જેસલ તોરલ વિશે સાંભળ્યું જ હશે. એવું કહેવાય છે કે કચ્છમાં આ બંને સમાધિ દર વર્ષે એકબીજાની નજીક આવે છે. ‘જેસલ હટે જવભર અને તોરલ હટે તલભર’ જેસલ અંજાર તાલુકાના ગરાસ ગામમાં મળી આવ્યો હતો, પરંતુ ગરાસના પક્ષે વાંધો હોવાથી તે ગરાસમાંથી નીકળી ગયો હતો. પણ એકવાર ભાભીના કડવા વેણ આ જાડેજાના અભિમાનને તહસ-નહસ કરી દીધા જાડેજાની ભાભી કહેલા વેણ યાદ રહી ગયા અને જે કહ્યું તે કરી બતાવવા માટે નીકળી પડ્યો અડધી રાત વીતી ગઈ હતી.

ચારે તરફ સોંપો પડી ગયો પરંતુ સૌરાષ્ટ્રના સંત સાસતિયા કાઠીને તેઓ પાટની પૂજનવિધિ અને ભજન મંડળી જામી હતી અને જરાય મંદ પડી ન હતી. મંજીરા વાગતા હતા અને એક પછી એક ભજન ચાલુ હતા. સાસતિયા કાઠી જાગીરદાર હતો. અને તેની પાસે તોરી નામની એક પાણીદાર ઘોડી હતી થોડી બહાદુરીની વાતો કચ્છના બહાદુર બહારવટિયા જેસલ જાડેજાને કાને આવી જેસલ આ જાતવંત ઘોડીને કોઈપણ રીતે પ્રાપ્ત કરી લેવાનો નિશ્ચય કર્યો એટલા માટે લાગ જોઈને જેસલ જાડેજા સૌ ભજનમાં વ્યસ્ત હતા ત્યારે નજર ચૂકવીને અહીંયા સાસતિયા કાઠીને ઠેકાણે આવી પહોંચ્યો હતો.

તે આવીને તરત જ કાઠી રાજના ઘોડારમાં પેસી ગયો. પાણીદાર તોરી ઘોડી જેસલને જોતા ચમકી અને ઉછળકૂદ કરતી લોખંડનો ખીલો જમીનમાંથી ઉખેડીને બહાર નીકળી ગઈ હતી. ઘોડીને ભડકેલી જોઈને તેના રખેવાળએ ઘોડી પકડી અને પંપાળીને ફરીથી બાંધી દેવાની કોશિશ કરી. ઘોડીના રખેવાળને ઘોડી સાથે જોઈને ઘોડી લૂંટવા આવેલા જેસલ જાડેજા ઘાસના ઢગલામાં સંતાઈ ગયો હતો. રખેવાળે ઘોડીના ખીલાને ફરીથી જમીનમાં ખોપી દીધો પરંતુ બંને એવું કે ખીલો ઘાસની અંદર પડી રહેલા જેસલ જાડેજાની હથેળીમાં આરપાર થઈને જમીનમાં બેસી ગયો. તોરી ઘોડી લેવા આવેલા બહારવટિયા જેસલની હથેળી ખીલા થી વીંધાઈ ગઈ હતી અને પોતે જમીન સાથે સખત રીતે જકડાઇ ગયો હતો.

આમ છતાં પોતે ચોરી કરવા આવ્યો હોવાથી એના મોઢામાંથી એક ચીસ પણ નીકળી નહીં. એક બાજુ પાટ પૂજન પૂરુ થતા સંત મંડળીનો ટોળું પ્રસાદ વેચવા માટે નીકળ્યો પણ સૌને પ્રસાદ વહેંચાઈ જતા એક વ્યક્તિના ભાગનું પ્રસાદ વધ્યો. કોના ભાગનો પ્રસાદ વધ્યો તેની શોધખોળ ચાલી એટલામાં ઘોડીએ ફરીથી નાચ કોડ શરૂ કરી દીધું. રખેવાળને થયું કે, ઘોડી પાસે ચોક્કસ કોઈ નવો માણસ આવવો જોઇએ. બાદમાં અંદર આવીને જોયું તો ખીલાથી વિધાય ગયેલા હથેળીવાળા જેસલ જાડેજા હતા. લોહીવાળા હાથ જોઈને રખેવાળના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. જેસલ જાડેજાના હાથમાંથી કાઢવાનો પ્રયત્ન કર્યો.

ઘોડીના રખેવાળે તેની મદદ કરી ખીલો નીકાળી કાઠિરાજ પાસે લઈ ગયા હથેળીમાં ખીલો જોયા બાદ ચિસ્કારો ન પાડવા બદલ જેસલની વીરતા બતાવી જેસલ જાડેજાએ કહ્યું કે, હું કચ્છનો બહારવટિયો છું અને તમારી તોરીને લઈ જવા માટે અહીં આવ્યો છું. કાઠીરાજે કહ્યું કે, તો એક તોરી રાણી માટે આટલી તકલીફ ઉઠાવી તો જા તોરી રાની તારી.  કાઠી રાજની ગેરસમજને દૂર કરતાં જેસલે કહ્યું કે, હું તમારી તોરીને લેવા આવેતો એટલે કાઠીરાજે કહ્યું ઘોડી પણ તમારી ખુશીથી લઇ જાવ. જેસલ જાડેજાએ આમ એક જ રાતમાં તોરી ઘોડી અને તોરલ રાણી મળી ગઈ. બાદમાં તે લઈ કચ્છ તરફ ચાલ્યો સૌરાષ્ટ્ર અને કચ્છ વચ્ચે દરિયા માર્ગ આવતો હોવાથી જેસલ તોરણ વાહણમા બેઠા.

આ દરમિયાન, બરોબર મધ દરિયે વહાણ આવ્યો ત્યારે એકાએક વાદળો ચડી આવ્યા ભયંકર સૂસવાટા સાથે પવન ફૂંકાવા લાગ્યો અને દરિયામાં તોફાન આવ્યું. તોરણમાં જેસલને દેવી સ્વરૂપ દેખાવા લાગ્યો અભિમાન ઓગળી ગયું. આ મુશ્કેલીમાંથી બચવા માટે જેસલ તોરણની વિનંતી કરવા લાગ્યો. ત્યારે જેસલને પોતે કરેલા પાપ જાહેર કરવા કહ્યું અને જેસલ પોતાના પાપોનું પ્રકાશન કરવા લાગ્યો.

બાદમાં તોફાન પણ શાંત થઇ ગયુ અને થોડા જ સમયમાં જેસલ બારવટીયાના જીવનમાં પલટો આવી ગયો. જેસલને દરિયામાં મોત દેખાતુ હોવાના કારણે બધું અભિમાન ચાલ્યું ગયું હતું અને જેસલનું હૃદય પરિવર્તન થયું. તોરણ સતિના કારણે જેસર જેવો રાક્ષસ એક પીર બની ગયો અને આગળ જતાં તે જેસલપીર નામે ઓળખાયો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…