જગદીશભાઈને અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરવો મોંઘો પડી ગયો- એવી ઘટના સર્જાઈ કે, અત્યારે થઇ રહ્યો છે અફસોસ

133
Published on: 11:08 am, Tue, 14 December 21

આજના સમયમાં પણ આપણે, કોઈ વ્યક્તિ પર આંખ બંધ કરીને તેના પર વિશ્વાસ કરી લેતા હોઈએ છીએ. પરંતુ આ અંધવિશ્વાસ પાછળથી ખૂબ જ મોંઘો પડે છે, આવી જ ઘટના વડોદરાના જગદીશભાઈ સાથે ઘટી હતી. જગદીશભાઈ બજારમાં અગરબત્તી લેવા ગયા હતા, ને પોતાની સોનાની વિટી અને ચેન ગુમાવીને ઘરે પાછા આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ સાથે આ ઘટના સર્જાઇ હતી. જગદીશભાઈ બજારમાં અગરબત્તી લેવા માટે ગયા હતા અને અગરબત્તી લઈને ઘરે પરત ફરતા તેમની સાથે એક ઘટના સર્જાઇ હતી. સન્યાસી જેવો દેખાતો એક વ્યક્તિ કાર લઈને જગદીશભાઈ પાસે આવે છે અને સરનામું પૂછવાના નામે આ ઠગ જગદીશભાઈ પાસે કાર ઊભી રાખે છે.

જગદીશભાઈ માનવતાના ધર્મે, મદદે આવેલા આ કારચાલકને એડ્રેસ બતાવ્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિએ જગદીશભાઈ પાસેથી એક રૂપિયો માંગ્યો હતો, અને જગદીશભાઈએ સન્યાસી સમજીને એક રૂપિયાનો સિક્કો પણ આપ્યો. ત્યારબાદ આ ઠગે જગદીશભાઈને સામે સો રૂપિયા આપ્યા. જગદીશભાઈ વ્યક્તિની આ ચાલમાં ફસાઈ જાય છે અને પછી પોતાની સોનાની ચેન અને વીંટી પણ આપી દે છે.

સોનાની ચેન અને વીંટી મળતા જ આ બાબા અને ડ્રાઇવર ત્યાંથી રફુચક્કર થઇ જાય છે, અને થોડી વારમાં જગદીશભાઈ અહેસાસ થાય છે કે તેઓ છેતરાઈ ગયા છે. ત્યારબાદ જગદીશભાઈ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચે છે અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને જણાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…